Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
पौडी ३३ ३१३ आखणि जोरु चुपै नह जोरु । ३१४ जोरु न मंगणि देणि न जोरु । . ३१५ जोरु न जीवणि मरणि नह जोरु । ३१६ जोरु न राजि मालि मनि सोरु । ३१७ जोरु न सुरती गिआनि वीचारि । ३१८ जोरु न जुगती छुटै संसारु । ३१९ जिसु हथि जोरु करि वेखै सोइ । ३२० नानक उतमु नीचु न कोइ ॥ ३३ ॥
.
(જીવન) બોલવાનું જોર નથી કે ચૂપ રહેવાનુંય જોર નથી, (૩૧૩).
– માગવાનું જોર નથી કે આપવાનું નથી; (૩૧૪) – જીવવાનું જોર નથી કે મરવાનુંય નથી; (૩૧૫)
– મન જેમને માટે માતી ઊઠે છે, તેવાં રાજ્ય કે માલમિલકતનું જોર (જીવન) નથી. (૩૧૬)
ધ્યાન-સુરતા (લગાવવા)નું જોર નથી; કે જ્ઞાન-વિચારનું પણ.
(૩૧૭).
સંસારમાંથી છૂટવાની સાધના-યુક્તિનુંય (કશું) જોર જીવને નથી; (૩૧૮)
જેમના હાથમાં એ બધું જોર છે, તે (ઈશ્વર) આ બધું રચીને સંભાળી રહ્યા છે. (૩૧૯)
હે નાનક, (એ બાબતમાં) કોઈ ઉત્તમ નથી કે કોઈ નીચ નથી. (૩૨૦)
૧. મન મોર – મનમાં શોરબકોર મચાવી મૂકે છે. ૨. આ કડીને એવો અર્થ પણ લેવાય કે, “જેને પિતાના હાથમાં જોર લાગતું હોય તે કરી જુએ!'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org