Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
૫૪
પંજથી પઢનારા પંડિતો અને ત્રાણીશ્વરો દરેક યુગમાં પોતાનાં વૈદશાસ્ત્રો વડે તને ગાય છે;' (૨૭૩)
સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકની મનમોહન સુંદરીઓ પણ ગાય છે; (૨૭૪)
તારાં ઉત્પન્ન કરેલાં રત્નો, અડસઠ તીર્થો સહિત તને ગાય છે; (૨૭૫)
મહાબળવાન શૂરવીર યોદ્ધાઓ તથા ચારે જીવજાતિઓ ગાય છે; (૨૭૬)
તે રચી રચીને ધારણ કરી રાખેલાં ખંડ-મંડળ-બ્રહ્માંડો પણ ગાય છે; (૨૭૭)
તારો જેમના ઉપર કૃપા-ભાવ છે, તેવાં તારામાં રત રહેતાં તારાં રસાળ ભક્તો તને ગાય છે. (૨૭૮)
બીજાં કેટલાં ગાય છે, તે તો કલ્પી પણ શકાતું ન હોઈ, નાનક તેમની ગણતરી શી રીતે કરે? (૨૭૯)
(તે તો એટલું જ કહે કે –) તે જ, તે જ સાહેબ સદા સાચા છે : અને તેમનું નામ પણ સદા સાચું છે. (૨૮૦)
જેમણે આ બધી રચના રચી છે, તે હંમેશ સત્ છે અને ભવિષ્યમાં પણ હશે. તે કદી જમ્યા નથી, અને નાશ પામવાના નથી!" (૨૮૧)
રંગરંગના ને ભાતભાતના પદાર્થોવાળી સૃષ્ટિ જેમણે ઉત્પન્ન કરી છે, – (૨૮૨)
તે પોતે પોતાની વડાઈને છાજે તેમ, પોતાની કૃતિની સારસંભાળ રાખે છે. (૨૮૩)
૧. “પંડિતે અને ઋષિઓ, દરેક યુગમાં વેદ વડે તને ગાય છે', એ અર્થ પણ લઈ શકાય. ૨. વાળી વારે ચાર જ વર્ગો : અંડજ (ઇંડાંમાંથી જન્મતા); જરાયુજ (ગર્ભાશયમાંથી ઓર વડે વીંટળાઈને જન્મતા); ઉભિજજ (જમીન ફાડીને નીકળતા વનસ્પતિ વગેરે); સ્વેદજ (પરસેવા વગેરેમાંથી ઉત્પન્ન થતા જૂ-લીખ વગેરે). ૩. સુધુ માનિ ! તું જેમના ઉપર પ્રસન્ન છે– જે તને ગમે છે, એવો ભાવ. ૪. ગારૂ ના ૫. ન નાસી છે ૬. વિનતી – જણસ-પદાર્થ-વર્ગ. ૭. માફમા – વિનાશી, બદલાતી રહેનારી સૃષ્ટિ. ૮. વે- નજર રાખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org