Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
पौडी २८ २८६ मुंदा संतोखु सरमु पतु झोली घिआनकी करहि विभूति । २८७ खिथा काल कुआरी काइआ जुगति डंडा परतीति । २८८ आई पंथी सगल जमाती मनि जीते जगु जीतु । २८९ आदेसु तिसै आदेसु । २९० आदि अनील अनावि अनाहति जुगु जुगु एको वेसु ॥ २८ ॥ -
અર્થ સંતોષરૂપી કાને મુદ્રા-કુંડળ,' (ખોટાં કામ કરતાં) લજજારૂપી પાત્ર અને ઝોળી, (પ્રભુના) ધ્યાનરૂપી) ભભૂત, – (૨૮૬)
મૃત્યુની યાદરૂપી કંથા-ગોદડી, કુંવારી (પવિત્ર) કાયારૂપી આંગ-યુક્તિ, (શ્રદ્ધા) પ્રતીતિ રૂપી દંડ, – (૨૮૭)
– બધા પ્રત્યે બંધુ ભાવ રૂપી આઈપંથનું વ્રત, તથા (પોતાના) મનને જીતવારૂપી આખા જગતને જીતવાની સિદ્ધિ.“(– એ સાચા જોગીનાં લક્ષણ ધારણ કરો !) (૨૮૮) -
નમસ્કાર એ પ્રભુને હજો – (૨૮૯)
- જે સર્વના આદિ છે, કલંકરહિત (શુભ) છે, અનાદિ છે, અવિનાશી છે, અને યુગોના યુગો સુધી એકસ્વરૂપ (જ) રહે છે. (૨૯૦)
૧. જોગીઓ બે કાને બે મુદ્રા-કુંડળ પહેરે છે. સંતેષનાં પણ બે સ્વરૂપ છે : (૧) પ્રાપ્ત થયેલામાં સંતોષ માનવો; (૨) અપ્રાપ્તની ઇચ્છા ન કરવી. ૨. સરમું – શરમ. ૩. જોગીએ ભિક્ષા માગતાં પ્રથમ પાત્ર આગળ ધરે છે. તે ભરાઈ જાય એટલે ઝોળીમાં ઠાલવી લે છે. ૪. #હુ કાળ એટલે મૃત્યુ, તેની યાદ. ૫. ગુતિ ! ૬. સારું કમાતી |– એક જમાતના હોવાપણારૂપી બંધુભાવ સકળ મત-પંથ પ્રત્યે દાખવો. ૭. મારું (માતા પાર્વતી – દુર્ગા)નો પંથ કરીને જોગીઓના બાર પંથમાંનો એક છે. જોગીઓના બાકીના ૧૧ પંથે પ્રત્યે સમાન બંધુભાવ તેઓ ધારણ કરે છે. ગુરુ નાનક એ વ્રત બધા પ્રત્યે ધારણ કરવાનું કહે છે. ૮. યોગીઓમાં સિદ્ધિઓ મેળવવાની ધખણા બહુ હોય છે. તે સિદ્ધિને સ્થાને મનને જીતવાની સિદ્ધિ મેળવવાની વાતને ગુરુ આગળ કરે છે. ૯. શું છે જોગીઓ એકબીજાને મળે ત્યારે નમસ્કાર કહેતી વેળા મારા કહીને નમસ્કાર કરે છે. ૧૦. બનીછું ! ૧૧. મનોહતિ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org