SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પંજથી પઢનારા પંડિતો અને ત્રાણીશ્વરો દરેક યુગમાં પોતાનાં વૈદશાસ્ત્રો વડે તને ગાય છે;' (૨૭૩) સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકની મનમોહન સુંદરીઓ પણ ગાય છે; (૨૭૪) તારાં ઉત્પન્ન કરેલાં રત્નો, અડસઠ તીર્થો સહિત તને ગાય છે; (૨૭૫) મહાબળવાન શૂરવીર યોદ્ધાઓ તથા ચારે જીવજાતિઓ ગાય છે; (૨૭૬) તે રચી રચીને ધારણ કરી રાખેલાં ખંડ-મંડળ-બ્રહ્માંડો પણ ગાય છે; (૨૭૭) તારો જેમના ઉપર કૃપા-ભાવ છે, તેવાં તારામાં રત રહેતાં તારાં રસાળ ભક્તો તને ગાય છે. (૨૭૮) બીજાં કેટલાં ગાય છે, તે તો કલ્પી પણ શકાતું ન હોઈ, નાનક તેમની ગણતરી શી રીતે કરે? (૨૭૯) (તે તો એટલું જ કહે કે –) તે જ, તે જ સાહેબ સદા સાચા છે : અને તેમનું નામ પણ સદા સાચું છે. (૨૮૦) જેમણે આ બધી રચના રચી છે, તે હંમેશ સત્ છે અને ભવિષ્યમાં પણ હશે. તે કદી જમ્યા નથી, અને નાશ પામવાના નથી!" (૨૮૧) રંગરંગના ને ભાતભાતના પદાર્થોવાળી સૃષ્ટિ જેમણે ઉત્પન્ન કરી છે, – (૨૮૨) તે પોતે પોતાની વડાઈને છાજે તેમ, પોતાની કૃતિની સારસંભાળ રાખે છે. (૨૮૩) ૧. “પંડિતે અને ઋષિઓ, દરેક યુગમાં વેદ વડે તને ગાય છે', એ અર્થ પણ લઈ શકાય. ૨. વાળી વારે ચાર જ વર્ગો : અંડજ (ઇંડાંમાંથી જન્મતા); જરાયુજ (ગર્ભાશયમાંથી ઓર વડે વીંટળાઈને જન્મતા); ઉભિજજ (જમીન ફાડીને નીકળતા વનસ્પતિ વગેરે); સ્વેદજ (પરસેવા વગેરેમાંથી ઉત્પન્ન થતા જૂ-લીખ વગેરે). ૩. સુધુ માનિ ! તું જેમના ઉપર પ્રસન્ન છે– જે તને ગમે છે, એવો ભાવ. ૪. ગારૂ ના ૫. ન નાસી છે ૬. વિનતી – જણસ-પદાર્થ-વર્ગ. ૭. માફમા – વિનાશી, બદલાતી રહેનારી સૃષ્ટિ. ૮. વે- નજર રાખે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy