Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
શ્
અથ
હે પ્રભુ, તારા ગુણ અમૂલ્ય છે; અને (તે માટેનો) વેપાર અમૂલ્ય છે; (૨૩૮)
(એ વેપાર કરનારા) વેપારીઓ અમૂલ્ય છે, અને તેમની મૂડી' અમૂલ્ય છે; (૨૩૯)
(ખરીદવા) આવનારા અમૂલ્ય છે; અને જે તેઓ (ખરીદીને) લઈ જાય છે, તે અમૂલ્ય છે; (૨૪૦)
પથથી
२६२ जे को आखै बोलु-विगाडु ।
२६३ ता लिखीऐ सिरि गावारा गावारु ॥ २६ ॥
(૨૪૨)
તારો ભાવ-પ્રેમ અમૂલ્ય છે; અને તેમાં નિમગ્ન થનારા અમૂલ્ય છે; (૨૪૧)
તારા ન્યાય અમૂલ્ય છે, અને તારી કચેરી અમૂલ્ય છે;
અમૂલ્ય તારાં કાટલાં
છે; (૨૪૩)
તારી બક્ષિસો અમૂલ્ય છે, અને તારાં બક્ષિસપત્ર અમૂલ્ય છે; (૨૪૪)
તારી કૃપા અમૂલ્ય છે, તેમ તારાં ફરમાન પણ; (૨૪૫) બધાં અમૂલ્યોમાં અમૂલ્ય એવા તારા ગુણોનું વર્ણન કરી શકાતું નથી. (૨૪૬)
(વર્ણન કરનારા) વર્ણન કરી કરીને ચૂપ થઈ જાય છે.
અમૂલ્ય તારાં ત્રાજવાં' છે, અને
(૨૪૭)
વેદો, શાસ્રો॰ અને પુરાણો તારા ગુણોનું વર્ણન કરે છે.
(૨૪૮)
૧. મંડાર । ૨. તેમનો ભાવપ્રેમ અમૂલ્ય છે અને અમૂલ્ય એવા તારામાં તેઓ સમાઈ જાય છે એવો અર્થ પણ થાય. ૩. ધર્મુ । કર્યાં કર્મોનો ન્યાય તોળનાર ધર્મરાજા. ૪. રીવાજી – દીવાન-દરબાર. ૫. તુલુ । ૬. વડવાળુ । ૭. નીસાનુ રાજાનો હુકમપત્ર. ૮. મુ । ૯. ચિત્ર હાર્ | વર્ણન કરનારા બોલતાં બોલતાં તારામાં લવલીન થઈ જાય છે – એવો અર્થ પણ થાય. ૧૦. ૪ । પાઠ કરવામાં આવે છે – પઢવામાં આવે છે તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org