Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
પંજયંથી અને બીજા પણ કેટલાય, જેમની સંખ્યા વિચારી શકાતી નથી. (૨૪)
કેટલાય (તારી પાસેથી બક્ષિસ પામીને) વિષયભોગમાં ક્ષીણ થઈ તૂટી મરે છે; (૨૨૫)
કેટલાય લઈ લઈને નામકર જાય છે, (૨૨૬)
કેટલાય મૂર્ખઓ ( આપનાર છે, એવું જાણ્યા વિના) ભોગવ્યે જાય છે; (૨૨૭)
કેટલાય ભૂખ અને દુ:ખમાં સદા સબડ્યા કરે છે; (૨૨૮). એ બધું પણ હે દાતાર, તારું દાન છે. (૨૨૯) બંધ અને મોક્ષ તારી મરજીથી થાય છે; (૨૩૦) એથી વધુ કાંઈ કોઈ કહી શકે નહિ; (૨૩૧). કોઈ મૂરખ જો કંઈ જુદું કહેવા જાય, – (૨૩૨)
તો મે ઉપર કેટલી (લપડાક) ખાવી પડે, તે એ પોતે જાણે! (૨૩૩)
(પ્રભુ) પોતે (જીવને શું જોઈએ છે એ) જાણે છે અને પોતે (તે બધું) આપે છે; – (૨૩૪)
કોઈ વિરલા જ એટલું પણ સમજે છે. (૨૩૫) જેને તારા ગુણ ગાવાની શક્તિ તું આપે, – (૨૩૬)
તેને હે નાનક, બાદશાહોનો બાદશાહ (બન્યો) જાણવો. (૨૩૭)
૧. વેવાર — વિકારમાં. ૨. વર . ૩. સુદિ ૪. ગુરુ વહિ – મળ્યાનો ઇનકાર કરે છે, એ ભાવ. ૫. દુ:ખમાં પડવાથી પણ પરમાત્માનો ડર રાખતા થાય અને ઉચ્ચ જીવનમાં આવવા પ્રયત્નશીલ થાય, એટલા માટે જ તે તેઓને દુ:ખ આપ્યું હોઈ, એ પણ તારી બક્ષિસ જ છે – એવો ભાવ. અથવા કાર્યો કર્મ પ્રમાણે ફળ મળે, એવા તે સ્થાપેલા નિયમ અનુસાર જ મળતું હોઈ, તે આપેલું કહેવાય. ૬. માળે / ૭. હો | ૮. વારૂ – મૂરખ, જિદી. ૯. મારવહિ – કહે છે, કબૂલ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org