Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
૫ જગ થી
તેમણે સર્જેલી સૃષ્ટિનો–આ અફાટ વિસ્તારનો'–અંત પણ ક્યાં જાણી શકાય છે? (૨૦૯-૨૧૦)
એ અંત જાણવા કેટલાય વલખાં મારે છે (૨૧૧) છતાં તેનો અંત જાણી શકાતો નથી. (૨૧૨) એ અંત કોઈ જાણતું નથી; (૨૧૩) .
– કારણ કે, જેમ બહુ કહીએ તેમ કહેવાનું વધતું જ જાય છે. (૨૧૪)
'સાહેબ (પરમામા) મોટા છે, અને તેમનું સ્થાન બહુ ઊંચું છે; (૨૧૫)
અને ઊંચાથીય ઊંચું તેમનું નામ છે. (૨૧૬) એવડો ઊંચો જે હોય – (૨૧૭) – તે એ ઊંચાને જાણી શકે. (૨૧૮) એ જેવડા (મહાન) છે, તે એ પોતે જ જાણે. (૨૧૯)
હે નાનક, એ કૃપાળુ પોતાની કૃપાદૃષ્ટિ વડે આપણને બધું બક્ષે છે. (૨૨૦)
૧. વારંવાર - આ છેડાથી પેલા છેડા સુધીનો વિસ્તાર. ૨. અહિં ! ૩. વહુતા ફ | ૪. અગમ્ય – અગાધ એવા પરમાત્માને તેમના નામ-સ્મરણથી પહોંચી શકાતું હોવાથી, ઊંચા એવા પરમાત્માથીય તેમના નામને ઊંચું કહ્યું છે. ૫. નર= કૃપા, નરી = કૃપા કરનાર, કૃપાળુ. ૬. રમ (અરબી) =મહેર, કૃપા વમી = મહેર દ્વારા-કૃપા દ્વારા. •
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org