Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
पौडी २ ७ हुकमी होवनि आकार, हुकमु न कहिआ जाई । ८ हुकमी होवनि जीअ, हुकमि मिलै वडिआई । ९ हुकमी उतमु नीचु, हुकमि लिखि दुःख सुख पाईअहि । १० इकना हुकमी बखसीस, इकि हुकमी सदा भवाईअहि । ११ हुकमै अंदरि सभु को, बाहरि हुकम न कोइ । १२ नानक हुकमै जे बुझै, त हउमै कहै न कोइ ॥ २ ॥
. અર્થ પરમાત્માના હુકમ વડે (સર્વ સૃષ્ટિ રૂપી) આકાર ઉત્પન્ન થયો છે; – એ હુકમનું વર્ણન કરી શકાય તેમ નથી. (૭)
આ જીવસૃષ્ટિ પરમાત્માના હુકમ વડે પેદા થઈ છે; અને પરમાત્માના હુકમ વડે જીવો (માક્ષરૂપી) વડાઈ પ્રાપ્ત કરી શકે છે. (૮)
પરમાત્માના હુકમ વડે કોઈ ઉત્તમ બને છે, તો કઈ નીચ; પરમાત્માના હુકમ વડે લખ્યા લેખ મુજબ દુ:ખ અને સુખ (સી) પામે છે. (૯). | હુકમથી પરમાત્મા કોઈને (સુખદુ:ખના) ફેરામાંથી મુક્તિ બન્ને છે, તો કોઈને ભવાટવીમાં) લાંબો વખત ભમાવ્યા કરે છે. (૧૦)
બધા જ પરમાત્માના હુકમની હેઠળ છે; બહાર કોઈ નથી. (૧૧)
નાનક કહે છે કે, પરમાત્માના હુકમને સમજે તો કોઈ પછી “હું” અને “મેં એમ કહે નહિ. (૧૨)
૭. દુમી હોવાને કાર –
દરબારી પરિભાષા હોવાથી, “બધું પરમાત્માએ કર્યું છે' એમ કહેવાને બદલે ‘બધું પરમાત્માના હુકમથી થયું છે એમ જણાવ્યું છે. આગળ પણ દરબારની જ
૧. મૂળ “સા' છે. પરંતુ પરમાત્મા જ આ સૃષ્ટિ રૂપે પ્રગટ થયા હોઈ, તથા તેમના સિવાય બીજું કાંઈ ન હોઈ, પોતે અમુક જરૂપે કાયમના ભ્રમમાં પ રહે છે, એવું કહેવાનું હોય નહિ. ૨. યુ . ૩. સુમૈ / હૈ એટલે કે “હું (જીવ) ઈશ્વરથી સ્વતંત્ર હસતી ધરાવનાર સત્ય કે તવ છું, અને મેં એટલે કે “હું બધું કરું છું (મેં કર્યું) – એમ માનીને વર્તવું તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org