Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
પંજયંથી બસ, (પરમાત્માના) હુકમ અનુસાર (તેની સરસા રહીને) ચાલો, જે હુકમ દરેકના અંતરમાં અંકિત થયેલો છે. (૬) કડી ૬: દુલ રઝા વસ્ત્ર/1 –
ગ્રંથસાહેબમાં શબ્દોને અંતે હસ્વ હું તથા હૃસ્વ ૩ ઠેરઠેર લગાડેલાં હોય છે. તેમને ઉચ્ચાર નથી કરતો તથા તેથી અભેદ પણ નથી થતો. જેમકે દુર = દુમ ગુજુ કુ = TIT T U૦.
દુમ અને રન્ના બંને શબ્દો સમાન અર્થના છે. અરબીમાં રણા શબ્દને અર્થ (પરમાત્માની) મરજી એવો થાય છે.
પરમાત્મા અને તેમને હુકમ જુદા નથી. પરમાત્મા એક જ છે – તેમના સિવાય બીજું કોઈ નથી. એટલે પરમાત્મા બીજા કોઈને હુકમ કરતા નથી. પરમાત્મા પિતે “સંકલ્પ કરે છે' એ વસ્તુને દરબારી પરિભાષામાં “હુકમ કરે છે એવી રીતે જણાવી છે. એટલે પરમાત્મા પોતે જ સંકલ્પ કરીને દરેકના અંતરમાં જીવરૂપે - પૂર્ણને પામવાની તમન્નારૂપે – બિરાજેલા છે. તેમની સરસા રહીને એટલે કે તેમના સંક૯૫ – તેમના હુકમ – અનુસાર દરેકે ચાલવાનું છે – જીવવાનું છે.
પરંતુ સંસારી દશામાં આપણા ઉપર કૂડ – અજ્ઞાનનું કેટલું ફરી વળેલું હોય છે. તેથી જીવ પિતાને સ્વતંત્ર હતી માની “હું” “મેં' એમ કસ્તે ચાલે છે. તેથી જ જીવની ભવાટવી સરજાય છે.
તે કોટલું તેડવા માટે ગુરુ નાનક જીવને ગુરુમુખ થવાનું અર્થાત્ પરમાત્મામાં સમાઈ જઈ પરમાત્મારૂપ બનેલા 'પૂરા’ ગુરુનાં સેવાસંગ કરવાનું અને તેમના બતાવ્યા પ્રમાણે સાધન કરવાનું હવે પછીની પડીઓમાં દર્શાવતા જાય છે.
નંદુ (મહલા ૩) પૌડી ૨૫ માં જણાવ્યું છે કે
सिव सकति आपि उपाइके करता आपे हुकमु वरताए ।
हुकमु वरताए आपि वेखै गुरुमुखि किसै बुझाए ॥ – જગત્કર્તાએ જીવ અને અજીવરૂપી જગત પોતે ઉત્પન્ન કરીને પોતાને હુકમ પ્રવર્તાવ્યો છે. હુકમ પ્રવર્તમાન કરીને પોતે બધું સંભાળે છે. જીવનમાંથી જે કોઈ ગુરૂમુખ થાય - ગુરુનું શરણ સ્વીકારે – તેને તે પોતાના હુકમનું જ્ઞાન કરાવે છે.
૧. વળી =ચાલવું – જીવવું. ૨. નાહિં=સાથે –અંતરમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org