Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
ઉપેદ્ઘાત
२७
સંમતિ સાથે સુલતાનપુર ગયા. આ વખતે એમને બે પુત્રો હતા શ્રીચંદ અને લક્ષ્મીદાસ. તેમને તલવંડીમાં જ પત્ની સાથે તે મૂકતા ગયા.
સુલતાનપુરમાં, યરામની સિફારસથી નાનકને કોઠારીનું કામ સોંપવામાં આવ્યું. અને એમ, એક પ્રકારનું સ્વતંત્ર જીવન નાનકે શરૂ કર્યું. સાધુસંતોના સમાગમમાં રહેવાનું અહીં પણ ચાલુ જ હતું. પરંતુ પેાતાનું કામ તે સંતાષપ્રદ રીતે અદા કરતા. કોઠારીના કામમાં આવશ્યક એવી પ્રામાણિક શુદ્ધતા આ એલિયા પુરુષમાં સહેજે આવી હશે. અને એમના સાધુપ્રેમથી લોકોમાં તે અંકાયા હશે એ પણ બનવા જોગ છે. સુલતાનપુરના સૂબા એમના પર પ્રસન્ન રહેતા ને એમના કામથી અને સંતોષ હતો. એટલે સુધી કે, સાધુપ્રેમથી ખેંચાઈ જઈ નાનકે એક વાર સરકારી કોઠારમાંથી જ માલ દાન કર્યો, તે પણ સૂબાએ એમની કદર કરીને એ વાત મન ઉપર ન લીધી.
-
(૩)
ગુરુ નાનકના સુલતાનપુરના સ્વતંત્ર જીવનકાળ તેમના આયુષના મહત્ત્વના કાળ છે. તે જ સમય દરમ્યાન તેમણે પેાતાની જીવનદિશા જોઈને તેને મા ગ્રહણ કર્યો. અંતરમાં તેમનું મંથન ચાલુ જ હતું. સુલતાનપુરના સ્વતંત્ર જીવનથી આ મંથન હવે ચેાક્ક્સ રૂપ પકડવા લાગ્યું. સંતસમાગમ એમના નિયમિત ચાલતા હતા, ભાઈ મરદાના, કે જે ગુરુના સાજિંદા બની આખું જીવન તેમની સાથે ફર્યો, તે તેમને આ કાળમાં જ આવી મળેલા.
નાનક સવારે સ્નાનસંધ્યા કરવા રોજ નદીએ જતા. એક દહાડો તે પાછા ન આવ્યા. તે પરથી લોકોએ માન્યું કે તે ડૂબી મર્યા. પરંતુ સ્નાન કરીને તે નદીપારના જંગલમાં ચાલ્યા ગયા હતા. એકાંત સ્થાનમાં જઈને તે પ્રભુના ધ્યાનમાં લવલીન થઈ ગયા. ત્યાં તેમને સત્ય પુરુષનાં દર્શન થયાં અને ત્રણ દિવસે તે વસ્તીમાં પાછા
આવ્યા.
નાનક વસ્તીમાં પાછા આવ્યા ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ભેગા થયા. સૂબો દોલતખાન પણ આવ્યો. પણ નાનક તો અવાક જ રહ્યા. લાકે માન્યું કે, તેમને ભૂત વળગ્યું છે! એટલે તેને ઉતારવાના પ્રયત્ન શરૂ થયા. તેમાં ન ફાવ્યા, ત્યારે કેટલાકે કહ્યું, તે ગાંડા થઈ ગયા છે. પણ નાનકે તો અવાક રહી ફકીરના વેશ જ ગ્રહણ કરી લીધા; ને બીજે દિવસે પહેલું વાકય બાલ્યા તે એ કે, “કોઈ (સાચા) હિંદુ નથી કે મુસલમાન નથી.” આ વાકય એમના ઉપદેશની શરૂઆત ગણાય. ત્યારની ધાર્મિક સ્થિતિની આનાથી કડવી ને કઠોર ટીકા બીજી હોઈ ન શકે. પરંતુ તે સત્ય હતી એમાં શંકા નથી લાગતી.
મુસલમાન કાઝી નાનકની આ ટીકાથી ગુસ્સે થઈ ગયો ને તેણે એને જવાબ માગ્યો. પણ આ જ્ઞાનતેજથી પ્રભાવિત સંત આગળ કાઝીની ખાલી ફરિયાદથી શું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org