Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
પજ્યથી સદગર પાસેથી નામ પામીને ઈશ્વરના સ્મરણ-કીર્તનમાં વવલીન થઈ જવું -એ જ ગુરૂ નાનકની દૃષ્ટિએ એકમાત્ર માર્ગ હેવાથી, પૌડી ૮ થી ૧૫ સુધી (કડી ૫૭ થી ૧૦૪) તે વસ્તુ ગુરુ સુંદર રીતે વિસ્તારીને કહેતા જાય છે. તે આઠ . પીડીઓ જપુજીના હાર્દરૂપ છે. '
ગુરુ પાસેથી નામ પામીને તેમાં લવલીન થનાર સંતે જ જગતમાં “પ્રધાન’ છે (કડી ૧૦૫-૯), એમ સમારેપ કરી, ગુરુ નાનક પાછા ઈશ્વરના ગુણકર્તનમાં ભાવ-ગદ્ગદ થઈ લાગી જાય છે, અને કેટલાંક સુંદર ભક્તિપદો આપણને મળે છે (કડી ૧૧૦-૧૬૭).
વચ્ચે વચ્ચે નામ-સ્મરણનો મહિમા યાદ કરતા (કડી ૧૬૮ થી ૧૮૫) તે ઈશ્વર-સ્તવન ચાલુ રાખે છે (કડી ૧૮૬-૨૮૪), અને છેવટે કહે છે કે કરી ૨૮૫):- “તે પરમાત્મા બાદશાહના બાદશાહ છે સૌએ તેમની મરજી અનુસાર ચાલવાનું છે.”
પરંતુ કેવી રીતે ચાલીએ તે પરમાત્માની મરજી અનુસાર ચાલ્યા કહેવાઈએ, તે કહેવાનું હવે પ્રાપ્ત થાય છે. કારણકે પહેલી પૌડીમાં જણાવ્યું છે તે પ્રમાણે, પરમાત્માને છે માટે હુકમ દરેકના અંતરમાં અંકિત થયેલ છે. પરંતુ સંસારી અવસ્થામાં આપણાં અંતર ઉપર કૂડ-અજ્ઞાનનું કેટલું ફરી વળેલું હોઈ આપણે પરમાત્માના હુકમથી ઊલટા જ ચાલતા હોઈએ છીએ. તે અશાનનું કોટલું દૂર કરવા, સદ્ગરનાં સેવા-સંગથી તેમની પાસે નામ પામીને તેમાં લીન થઈ જવાનું ગુરુ નાનક “જપુજી માં ઠેરઠેર કહેતા આવ્યા છે. પરંતુ એક વાર જુદા જ સંદર્ભમાં તે વસ્તુ કહેવા માટે ને એક નવું મંડાણ માંડે છે :
તે જમાનામાં પિતાની જુદી જુદી સાધનાના બળ ઉપર મુસ્તાક રહેતા સિદ્ધ' તથા “નાથ” કહેવાતા યોગીઓને લેકમાનસ ઉપર ભારે પ્રભાવ હતો. તેમની સાધનાના માર્ગની જ પરિભાષા વાપરીને ગુરુ નાનક પિતાને સંમત સાચો માર્ગ હવે રજૂ કરે છે (કડી ૨૮૬-૩૦૭); અને ભારપૂર્વક જણાવતા જાય છે કે, એવી બધી સાધનાઓ અને તેથી મળતી સિદ્ધિઓની ખેવના કરવી એ ખોટું છે: સાચું સાધન નામ-સ્મરણ જ છે (કડી ૩૦૮ થી ૩૨૦).
તે માર્ગે જ 'સહજ' રીતે છેક છેલી કક્ષાએ પહોંચી શકાય છે, તે બતાવવા, ગુરુ નાનક, સિંહાવકન રૂપે તે સાધનાની પાંચ ભૂમિકાઓને પાંચ “બંડ’ રૂપે રજુ કરે છે:
(૧) પ્રથમ “ધર્મખંડ': એટલે ધર્મરાજને જયાં જીવોનાં કર્મોને હિસાબ રાખવા બેસાડયા છે તે “ધરમસાલ' અથવા ધર્મક્ષેત્ર - કર્મક્ષેત્રની ભૂમિકા. જીનાં દરેક કર્મને ત્યાં “વિચાર” થાય છે અને પોતપોતાનાં કર્મો અનુસાર જીવો પરમાત્માથી દૂર જાય છે કે તેમની નજીક આવે છે. આ ભૂમિકામાં સરુનાં સેવાસંગથી ઈશ્વરના નામ-સ્મરણમાં લવલીન થનારા બડભાગી જવો (ગુરુ તેવા જીવોને “પંચ' નામે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org