Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
ઉદઘાત આ એકાંતિક અનન્યતા કેળવવા જૈન, બૌધ, કબીર, શંકર, રામાનુજ સૌએ સંન્યાસ-સાધન સ્વીકાર્યું. ગૃહસ્થજીવનને અન્યગામી નહિ તેય વિક્ષેપક તે તેમણે માન્યું. જે વૈષ્ણવ માર્ગોએ મૂર્તિ સ્વીકારી, તેમણે અનન્યતા સેવવા પૂજા-અર્ચનાદિને લાંબા ક્રિયાગ યોજ, જે સર્વ લેકને સરખે ફાવી તે ન જ શકે. આજે સમૃદ્ધ વર્ગો જ એ ક્રિયાયોગ સેવે છે, અને તે માત્ર એક વિધિ તરીકે જ; નહિ કે તે યોગથી પિતાની શક્તિ ખીલવવા. આમ અનન્યતા સાધવાના બે જુના માર્ગ નાનક સામે પડયા હતા : (૧) પુરાણે સંન્યાસમાર્ગ, (૨) મૂર્તિને કેન્દ્રમાં રાખી સજા વૈષ્ણવી ક્રિયાયોગ. એમ લાગે છે કે, દેશાટન કરી આવ્યા બાદ નાનકને ખાતરી થઈ કે, સંન્યાસ આજ શક્તિહીન અને કલ્યાણથી વિમુખ કરનાર થઈ પડયો છે; તે રસ્તે ધર્મલાભ નથી. અને મૂર્તિ તથા તેની પૂજા વગેરેને ક્રિયાયોગ પણ શબવત્ છે; તેની પાછળનો આત્મા નાશ પામ્યો છે.
એટલે પિતાના છેવટના નિર્ણયરૂપે તેમણે કરતારપુરને પિતાને જીવનવિધિ રજૂ કર્યો, તેમાં અનન્યતાના સાધન તરીકે સંયમી પ્રપન્ન ગૃહસ્થજીવન રજૂ કર્યું. આ નાનકનો ખાસ ધાર્મિક ફાળો ગણાય. પિતાના યુગમાં ધર્મને આગળ વધારવાને આ માર્ગ છે, એ એમણે જોયું અને એને સ્વીકાર કરીને તે પ્રમાણે એ રહેવા લાગ્યા.
જપુછે. એક વખતે રચેલું કાવ્ય નથી. ગુરુ નાનક પિત, છૂટે છૂટે વખતે રચેલી પૌડીઓને એકસાથે ગોઠવીને, તેને જપમાળાની પેઠે રોજ બ્રાહ્મ મુહૂર્વે પાઠ કરતા. જપમાળામાં જેમ એક જ વસ્તુ – પરમાત્માના નામનું રટણ હોય છે, તેમ ‘જપુજી’ની બધી પડીએનું એક જ લક્ષ્ય છે: અને તે નામ-સ્મરણ, ઈશ્વરનું ગુણકીર્તન, તેની લડાઈનો વિચાર અને ગુરુમુખ થઈને તેનું આરાધન. એ સળંગસૂત્ર અને ધ્યાનમાં રાખીને જ એ માળા ગૂંથવામાં આવી છે.
ગુરુ નાનક “જપુજી'ની શરૂઆતમાં જ પહેલા મણકામાં ભક્તિ-પંથનું મૂળ તત્વ રજૂ કરે છે કે, જીવ પામર છે – કૂતરૂપ છે – મિથ્યા છે. તેણે તે ઈશ્વરને જ સર્વતોભાવે આત્મસમર્પણ કરીને પિતાની આસપાસ ઊભું થયેલું (જુદા જીવભાવનું) કૂડ– અજ્ઞાનનું કેટલું તૂટે તે માટે કોશિશ કરવાની છે. જ્ઞાનવિચાર, ધ્યાન કે ભોગની યા તેવી બીજી કશી ચતુરાઈઓ તે બાબતમાં કારગત નીવડતી નથી.
એ કૂડ-અજ્ઞાનનું કેટલું તોડવાનો ગુરુ નાનકને અભિપ્રેત એ માર્ગ ઈશ્વરનું નામ-સ્મરણ, ઈશ્વર ઉપર ભાવ-ભક્તિ દ્વારા તેનું ચિંતન - ટૂંકમાં, ઈશ્વરપ્રપત્તિ છે (કડી ૨૭). અને તે જ વસ્તુ તે આગળ બહલાવતા જાય છે (કડી '૩૧-૯).
અહીં સુધી આવતાં જ ગુરુ નાનક, મૂળમંત્રમાં જણાવેલું નામ-સ્મરણનું પણ મુખ્ય સાધન – ગુરુને સંગ અને સેવા – તેને ભારપૂર્વક રજૂ કરતા જાય છે (કડી ૪૦). "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org