Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
૫જાથથી “કને સંન્યાસ અને કર્મયોગ બને મેક્ષદાયક છે. તેમાંયે કર્મ-સંન્યાસ કરતાં કર્મયોગ ચડી જાય છે.” [૫–૨].
હે મહાબાહે! કર્મયોગ વિના કર્મસંન્યાસ કષ્ટસાધ્ય છે; ત્યારે કર્મયોગ આચરનારો શીઘ્રતાથી બ્રહ્મને પામે છે.” [૫-૬]
“સ્વધર્મ અનુસાર પ્રાપ્ત થયેલ) નિયત કર્મને ત્યાગ એગ્ય નથી. મેહને વશ થઈ તેને ત્યાગ કરાય, તે તે ત્યાગ તામસ ગણાય.” [૧૮-૭].
કર્મફળને આશ્રય લીધા વિના જે મનુષ્ય વિહિત કર્મ કરે છે, તે સંન્યાસીય છે, તેમજ કર્મયોગીય છે– કર્મમાત્રને ત્યાગ કરીને બેસે તે નહીં!” [૬ – ૧]
અલબત્ત, એ જ શ્રીકૃષ્ણને પૂર્ણાવતાર તરીકે રવીકાર્યા બાદ, પછીના અંધારયુગ દરમ્યાન તેમના પૂર્ણ જીવનને ખંડિત કરી નાખી, તેમના અમુક ઉમર સુધીના ચરિતને અને લીલાઓને ઉપાસનાનું. કેન્દ્ર બનાવી, તેમની ભક્તિને એવી તે સ્કૂલ બનાવી મૂકવામાં આવી, જેથી તે ભક્તિ પ્રજાજીવનમાં પુરુષાર્થ, તેજ અને આધ્યાત્મિકતા શુદ્ધ કરનારી કે વધારનારી ભાગ્યે રહે. શ્રીકૃષ્ણના બાળ અને કિશોર સ્વરૂપને જ ઉપાસનાનું કેન્દ્ર બનાવી, તેમનાં ખાન-પાન કે તેફાન જ ગાયા કરવામાં કૃતાર્થતા માનવામાં આવી. મંદિરોમાં પણ તેમની મૂર્તિની આસપાસ શયન, ઉત્થાપન, શણગાર, છપ્પન ભોગ વગેરેનો અને તેમને લગતાં જ કીર્તનોને ઠાઠકે ખટાટોપ ઊભો કરવામાં આવ્યો. કોઈક જણને એ બધું કઈક કાળે ભગવાન પ્રત્યે ભાવ-ભક્તિ ઊભાં કરનારું કે વધારનારું નીવડયું હશે, પણ સ્કૂલ ફીડા-ચરિત્રોનું કે સ્કૂલ બેગ સામગ્રીની વિગતેનું મનન-ચિંતન-કીર્તન મેટે ભાગે અને અંતે અધ્યાત્મ તરફ લઈ જનાર ભાગ્ય નીવડે.
ઉપર, કોઈક જણને', “કોઈક કાળે શ્રીકૃષ્ણની સ્કૂલ બાળ-કિશેર લીલાઓનું મનન-કીર્તન ઉપયોગી નીવડયું હશે, એમ કહ્યું. તે મુસલમાન સુલતાને અને અમીરોના જુલમી અને સેતાની રાજ્યકાળમાં કચડાતી પ્રજાને, જ્યારે રાજકારણને રાષ્ટ્રધર્મ, સમાજધર્મ, નાગરિક ધર્મ વગેરે ધર્મો વિચારવા અને આચરવા એ અશક્ય બની ગયું હતું, અને જે વખતે સમાજના બ્રાહ્મણ અને ક્ષત્રિય નેતાઓ હારી બેઠા હતા, ત્યારે શ્રીકૃષ્ણનું ગીતાના ઉપદેશક તરીકે લડવાને ધર્મ ઉપદેશનું અને સ્વધર્મે નિધન છે, પરધમ મચાવ: (સ્વધર્મનું આચરણ કરતા રહીને મરણ આવે તે ભલું, પરંતુ પરધર્મ આચરવો તે જોખમકારક જ છે) – એવો આદેશ આપતું વીર-સ્વરૂપ, તેજસ્વી નેતાગીરીના અભાવમાં, પ્રજાના સામાન્ય જનને માટે નિરુપયોગી થઈ જાય.
ત્યારે શ્રીકૃષ્ણના બાલ - રવરૂપને અને તેમની લીલાઓને અંતરમાં, ઘરની અંદર સેવવાં-ઉપાસવાં એ જ કંઈક શક્ય બને કે રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org