Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૧૩
ગ્રંથ અને ગ્રંથકાર પુ॰૧૦
સંગ્રહા મુખ્યતઃ એમાંના તીક્ષ્ણ કટાક્ષથી અને અંશત : તેમાંનાં ઠઠ્ઠાચિત્રોથી (caricatures) રેચક અન્યા છે. એમાંનાં ઘણાંખરાં કાવ્યા દૈનિકા દ્વારા લાકપ્રિય બન્યાં છે, જોકે તેમાં સાહિત્યિક ગુણવત્તાની માત્રા એકધારી સચવાઈ નથી.
જૂના વિષયે। ઉપરાંત પ્રત્યેક કાવ્યસંગ્રહમાં તેમના કવિએના નિજી મનેાભાવેા તે વિચારતર ંગાને વિષય બનાવવામાં આવ્યા છે. માનવ મનની, સમાજની અને રાષ્ટ્રના કે વિશ્વના ધડાતા ઇતિહાસની ‘ પરિસ્થિતિ પર કવિઓએ યથાશક્તિ ચિંતન ચલાવ્યુ` છે. સૌ ચિંતનકાવ્યેામાં વિશ્વનાં દુ:ખાના ઉકેલ શાધવાના પ્રયત્ન થયા છે, પરંતુ ચિંતનમાં નવીનતા અને ઊંડાણુની ઊણપ ધણુંખરું વરતાય છે. એવાં કાવ્યમાં કવિતા કરતાં મુદ્ધિયુક્ત વિચારની નિબંધિયા રજૂઆત અને ગદ્યાળુતાની છાપ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઉમાશંકર, સ્નેહરશ્મિ અને મનસુખલાલ જેવા આગલા દાયકાના સફળ ચિંતનશીલ કવિ પણ તેમનાં વિચારપ્રધાન કાવ્યેાની આ ઊણપ ભાગ્યે જ સુધારી શકયા છે.
પદ્મપ્રભુત્વ અને વાણીની છટાએ આ દાયકાની કવિતામાં વિશેષે સધાયાં જાય છે. સુદી કાવ્યા આ દાયકે ઠીક ઠીક ઊતર્યાં છે. ઉમાશ’કરનાં ‘પ્રાચીના 'માં પ્રગટ થયેલ કથાકાવ્યા તે સુવિદિત છે. તેમાં ઉપજાતિના, વૈદિક અનુષ્ટુપના અને આષ છટ્ઠાલ'ગીઓવાળી .વાણીના સરલ છતાં ગૌરવયુક્ત પ્રવાહના મધુર નિનાદ ગુજરાતી પદ્ય અનેવાણીના રૂપને અપૂર્વાંતાથી ભરી દે છે. પૃથ્વી છંદની ૧૦૩૮ ૫ક્તિઓમાં ‘ધરતીને’ સંખેાધતા ચિંતનપ્રધાન કાવ્યમાં સ્વાસ્થે પદ્યરચનાની સારી હથેાટી બતાવી છે. મહાકાવ્ય લખવાની આકાંક્ષામાં ગાવિંદભાઈ પટેલે ૧૭ સ અને ૩૪૫ પાનાંમાં ગુરુ ગોવિંદસિંહ 'નુ એક વિસ્તારવાળું ચરિતકાવ્ય વિવિધ વૃત્તોમાં સંવાદપ્રધાન ખેાધક આખ્યાનકાવ્યની શૈલીના ઢાળમાં ઉતાર્યુ છે. પ્રાચીન અનુષ્ટુપની લાંબાં કથાકાવ્યેા માટેની વાહનક્ષમતા સિદ્ધ કરતું ૧૨૩૭ પંક્તિ સુધી લખાતું ‘ ભગવાનની લીલા' જાણીતા વિવેચક ડાલરરાય માંકડે પ્રગટ કર્યુ છે. સ્નેહરશ્મિના ‘ વર્લીંગમને' કે ‘ પૂર્ણિમા ’ જેવાં છંદોબદ્ધ કાવ્યોમાં અવનવીન વાક્છટા અને મધુર લયકલ્લાલ જોવા મળે છે. વૈદિક રચનાઓથી માંડીને દાહરા-સારઠા સુધીના છંદો ભાવપ્રાકટય માટે આ દાયકે વપરાયા છે; તેમાં શ્રેણી ભાંગફેાડ થઈ છે, પણ કેટલીક વાર તે એમાં નવીન લય અને અસુલભ સંવાદિતા નવીનતર
'
.