________________
(૭). તને આપે છે. ' આ પ્રમાણે ગુરૂ મહારાજને મુખેથી હારની ઉત્પત્તિ સાંભળી તેમને નમીને મેં અન્યત્ર ગમન કર્યું. પછી એકંદર પચીસ વર્ષ પૃથ્વી પર ભમી પુષ્કળ દ્રવ્ય ઉપાર્જન કરીને હું અહીં આવ્યો છું. હે રાજન ! તમને જે એક પુત્ર થયેલ છે અને જેનું નામ તમે હરિદત્ત પાડેલું છે તે મારે પૂર્વભવનો ભાઇ વિધુતપ્રભ દેવતાજ થયો છે કે બીજે જે છે તેની આપણે ખાત્રી કરીએ.” રાજાએ કહ્યું- ઠીક છે, આપણે તેને બોલાવીએ અને આ હાર બતાવીએ. » તરતજ હરિદત્ત કુમારને ત્યાં બેલા અને તેને હાર બતાવ્યું. એટલે હારને દેખવાથી “આ હાર મેં પૂર્વ કંઈક દીઠે છે” એમ કહાપણ કરતાં તેને જાતિ
મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. રાજાના પૂછવાથી તેણે તેજ , પ્રમાણે પોતાના પૂર્વ ભવાદિકની વાત કરી, કે જે પ્રમાણે મદન રાજા પાસે કરી હતી.
રાજાએ વિચાર્યું કે પૂર્વ રાજસભામાં જે ધર્મ સંબંધી વિવાદ થયે હતું અને જેમાં છેવટે નિર્ણય ન થવાથી શંકા રહી હતી તે અંકનો આ પુત્રના પૂર્વ ભવના વૃત્તાંતથી સ્વયમેવ જ છેદ થયે છે અને ખરૂં ધર્મનું સ્વરૂપ સમજાયું છે. આ વિશ્વને વિષે અરિહંત ભાપિત ધર્મજ ખરે ધર્મ છે અને તે પ્રાણીઓના ભવભયને છેદનાર અને શિવસુખને આપનાર છે. આ પ્રમાણે રાજા વિચાર કરે છે તેવામાં ઉદ્યાન પાળકે આવીને વધામણી આપી-“હે સ્વામી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com