Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ નિરોધ કરવો તે.
૭. નિર્જરાતત્ત્વ : જેણે કરી આત્મપ્રદેશમાંથી દેશથકી કર્મ જુદાં થાય છે અથવા પૂર્વે કરેલાં કર્મો જે ક્ષય થાય છે, તપ પ્રમુખે કરી દેશ થકી કર્મનું નિર્જરવું તે.
૮. બંધતત્ત્વ: જે નવાં કર્મોનું ગ્રહણ કરીને તેની સાથે જીવનું બંધન થવું, ક્ષીરનીરની પેઠે મળી જવું તે.
૯. મોક્ષતત્ત્વ: જે આત્મપ્રદેશથકી સર્વથા કર્મોનો ક્ષય થવો તે.
આ નવતત્ત્વરૂપ વસ્તુનું યથાસ્થિત સ્વરૂપ જે પ્રમાણે સિદ્ધાંતોને વિષે કહ્યું છે. સમ્યગ્દષ્ટિ જીવોને એ નવતત્ત્વ તે 'જ્ઞ પરિજ્ઞાએ કરી જાણવા યોગ્ય છે અને કેટલાંક 'પ્રત્યાખ્યાન પરિજ્ઞાએ કરી છાંડવા યોગ્ય છે.
એ નવતત્ત્વ માંહેલા જીવ અને અજીવ એ બે તત્ત્વ માત્ર શેય = જાણવા યોગ્ય છે. પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ એ ચાર તત્ત્વ ઉપાદેય = ગ્રહણ કરવા યોગ્ય છે; પાપ, આશ્રવ અને બંધ એ ત્રણ તત્ત્વ તો સર્વથા સર્વને હેય = ત્યાગ કરવા યોગ્ય જ છે.
એ નવતત્ત્વનાં નામ કહ્યાં. અન્યથા સંક્ષેપથી તો જીવ, અજીવ એ બે તત્ત્વ જ શ્રી ઠાણાંગમાંહે બીજા ઠાણે કહ્યાં છે, કેમકે જીવને પુણ્ય તથા પાપનો સંભવ છે તથા કર્મનો બંધ પણ તાદાત્મિક છે અને કર્મ જે છે તે પુદ્ગલ પરિણામ છે અને પુદ્ગલ તે અજીવ છે તથા આશ્રવ જે છે તે પણ મિથ્યાદર્શન આદિ રૂપ ઉપાધિએ કરી જીવનો મલિન સ્વભાવ છે. એ પણ આત્માના પ્રદેશ અને પુદ્ગલ વિના બીજો કોઈ નથી તથા સંવર જે છે તે પણ આશ્રવ નિરોધ લક્ષણ દેશ સર્વ
૧ દૂધમાં પાણીની જેમ એકમેક થઈ જવું. ૨ જ્ઞાનથી જાણવું. ૩ એકરૂપ જેવો.
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org