Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી નવ તત્ત્વ
'શી નામફાર કુશ
નમો અરિહંતાણ, નમો સિદ્ધાણં, નમો આયરિયાણું, નમો ઉવક્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણા
(શ્રી નવ તત્ત્વો .
વિવેકી સમષ્ટિ જીવોએ નવ તત્ત્વ જેવા છે તેવાં તથારૂપ બુદ્ધિ પ્રમાણે ગુરુ આમન્યાથી ધારવા. તે નવ તત્ત્વનાં નામ કહે છે.
૧. જીવતત્ત્વ, T૨. અજીવતત્ત્વ, T૩. પુણ્યતત્ત્વ, ૪. પાપતિત્વ, T૫. આશ્રવતત્ત્વ, ૬. સંવતત્ત્વ, ૭. નિર્જરાતત્ત્વ, ૮. બંધતત્ત્વ, 1૯. મોહતત્ત્વ. )
૧. જીવતત્ત્વ: વ્યવહારનયે કરી જે શુભાશુભ કર્મોનો કર્તા, હર્તા તથા ભોક્તા છે અને નિશ્ચયન કરી જ્ઞાન, દર્શન (તથા ચારિત્ર) રૂપ નિજગુણોનો જ ભોક્તા છે અથવા જ્ઞાનોપયોગ લક્ષણવંત, ચેતના સહિત હોય તે.
૨. અજીવતત્ત્વ : જે ચેતનારહિત, જડસ્વભાવવાળું હોય તે.
૩. પુણ્યતત્વ: જેણે કરી શુભ કર્મનાં પુણ્યનો સંચય તથા ઉદય થવાથી સુખનો અનુભવ થાય છે તે.
૪. પાપતત્ત્વ : જેણે કરી અશુભ કર્મનાં પાપનો સંચય તથા ઉદય થવાથી દુઃખનો અનુભવ થાય છે તે.
૫. આશ્રવતત્ત્વ : જેણે કરી નવાં કર્મની આવક થાય છે, શુભા-શુભ કર્મ ઉપાદાનનાં હેતુ હિંસા આદિ તે.
૬. સંવરતત્ત્વ : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી જે આશ્રવ ૧ કરવાવાળો, ૨ નાશ કરવાવાળો, ૩ ભોગવવાવાળો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org