Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 02 Author(s): Sudharmaswami, Vijaylabdhisuri Publisher: Chandulal Jamnadas Shah View full book textPage 9
________________ પ્રકાશન અંગે આભારદર્શન આભાર-દર્શનની વિચારણામાં, વ્યાખ્યાનકાર પુણ્ય પુરૂષ સૌથી પહેલા યાદ આવે તે સ્વાભાવિક છે. તેમાં ય, એ મહાપુરૂષના જ શુભ નામથી આ ગ્રન્થમાલા અંકિત થઈને અભિવૃદ્ધિને પામ્યા કરે છે. આ પછી, એ જ આચાર્યભગવાનના વિદ્વાન વિનેયરત્ન પૂ. મુનિરાજ શ્રી વિક્રમવિજયજી મહારાજ યાદ આવે છે, કે જેમણે પૂ. આચાર્યદેવશ્રીનાં શ્રી ભગવતીજી સૂત્રને અવલંબીને અપાએલાં વ્યાખ્યાનેનું અવતરણ કરવાનું કષ્ટસાધ્ય કાય નિયમિતપણે કર્યું છે, તેમ જ, જેઓશ્રી, પિતાના અન્ય ગુરૂબધુઓની જેમ, આ ગ્રન્થમાળાના અભ્યદય પ્રત્યે સદા લક્ષ્ય આપતા આવ્યા છે. આ પછી, એ અવતરણેને અભ્યાસ કરીને, આ ગ્રન્થમાં અપાએલાં વ્યાખ્યાનનું સાર રૂપે સાજન તથા સંપાદન કરનાર શ્રીયુત ચીમનલાલ નાથાલાલ શાહ (શ્રીકાન્ત) યાદ આવે છે, કે જેમણે પૂ. આચાર્યદેવશ્રીની પ્રત્યેના ગુરૂભક્તિના ભાવને જ પ્રધાન બનાવીને, પહેલા ભાગની જેમ આ બીજા ભાગના પણ સંજન અને સંપાદનનું કાર્ય કર્યું છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 592