________________
પ્રકાશકીય નિવેદન
I
IIII)
દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણ મહત્સવને અનુલક્ષીને પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમાર શ્રમણ) મહારાજે મહાવીરસ્વામીનું દિવ્ય જીવન હિન્દી ભાષામાં લખ્યું હતું, તેને ગુજરાતી અનુવાદ ભાઈ ગિરીશે બહુ જ સુવાચ્ય શબ્દોમાં કરી આપે, તે વાચકેના કરકમળમાં મૂકતાં અમને ઘણે જ આનંદ થાય છે.
આજના ભૌતિકવાદમાં જ્યારે “માનવતા” પરવારી રહી છે ત્યારે તે પ્રસંગને અનુલક્ષીને “માનવ કંઈક બોધ પામે અને પિતાનું કર્તવ્ય સમજે” તે આશયથી લખાયેલું આ પુસ્તક સૌને માટે આદરણીય બનશે એવી અમને આશા છે.
ઘણી શતાબ્દીઓ સુધી પરાધીનતા ભેગાવ્યા પછી સ્વતંત્ર થયેલે આપણે ભારત દેશ આજે પણ આન્તર કલેશમાં, વ્યક્તિગત વેરઝેરમાં, ગઠબંધનમાં, પક્ષ પલટામાં સર્વથા બેભાન બનેલું હોવાથી દેશની એકેય આન્તર સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com