________________
કૌર ઉપર મેળવેલા વિજયથી બેભાન બનેલા યાદવેએ શરાબપાન’નું શરણ સ્વીકાર્યું અને દ્વારિકાનગરીને નાશ થયે. આ ઇતિહાસને ભારત દેશના રાજનૈતિક, સત્તાધારીઓ તેમજ શ્રીમતે બરાબર સમજે છે, છતાં પણ ભારત દેશમાં “દારૂબંધી” કરવા માટે ટીનેપલથી ધોઈને ઉજળા કપડા પહેરનારાઓ જ “દારૂબંધીના વિરોધમાં છે. આ એક ભારત દેશની ભયંકર કરૂણતા છે.
છેવટે પરમાત્મા મહાવીર સ્વામીનું પરમપાવન જીવન સૈનું કલ્યાણ કરાવનાર થાઓ એવી આશાથી તેમજ દ્રવ્ય સહાયક ઉપરાંત પૂજ્ય પંન્યાસજી મહારાજના અમે આભારી છીએ અને ઉત્તરોત્તર અમને આવી સુન્દર તકે મળતી રહે તે માટે શાસન માતા પદ્માવતી દેવીને અમારી પ્રાર્થના છે. અનુવાદક ભાઈ ગિરીશ (ધ્રાંગધ્રાવાલા)ના અમે આભારી છીએ.
પ્રકાશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com