________________
ભગવાન મહાવીર સ્વામીનું છે૭
દીવ્ય-જીવન
@
૭
બજ
નગરીમાં પારણા નિમિત્તે ગોચરીએ પધાર્યા છે બરાબર તે જ સમયે સામેથી આવતી હૃષ્ટ–પુણ ગાયે તપથી કૃશ થયેલા મુનિરાજને પિતાનાં શીંગડામાં ફસાવી દીધા અને મુનિરાજના કાકાના દીકરા ભાઈ વિશાખાનંદી જે એ સમયે મથુરામાં હતા અને આ દશ્ય જોઈ રહ્યા હતા તેમણે અપમાન કરવાની ભાવનાથી મજાક કરતાં મુનિરાજને કહ્યું કે, “હે મુનિ! મુષ્ટિ પ્રહારથી વૃક્ષનાં ફળ પાડનારું તમારું તે બળ ક્યાં ગયું ? જેથી રંક જેવી ગાયથી જ તમે પડી ગયા ?”
માનસિક જીવનમાં સમ્યગુજ્ઞાનની પકડ જ્યાં સુધી મજબૂત થતી નથી, ત્યાં સુધી નિમિત્ત મળતાં જીવાત્માને કાષાયિક ભાવે આવતાં વાર લાગતી નથી અથવા આંતરજીવનમાં જે કંઈ શલ્ય રહી જાય તો તે જ શલ્ય એક દિવસ આત્માના પતનનું કારણ બની જાય છે.
પિતાના કાકાના દીકરા ભાઈએ કરેલા અપમાનથી ગુસ્સે થઈને મુનિરાજ પિતાનું આત્મિક ભાન ભૂલી ગયા. નિદાનગ્રસ્ત થઈને આ પ્રમાણે નિશ્ચયાત્મક રુપે બેલ્યા, “જે મારી તપશ્ચર્યાનું કાંઈ પણ ફળ હોય તે આવતા ભવમાં હું ખૂબ ખૂબ બળવાન બનીને આ વિશાખાનંદીને મારનારે થાઉં.”
આંતરિક જીવનમાં કષાય રુપી વાયુ દ્વારા સમગજ્ઞાનની નેતિ જ્યારે બુઝાઈ જાય છે, ત્યારે જીવમાત્રનું આધ્યાત્મિક અધઃપતન નિશ્ચિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com