________________
પર
ભગવાન મહાવીરસ્વામીન
દીવ્ય-જીવન
અનુયાયીઓમાં તાત્કાલિક માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર આ ભાગ્યશાળીનું મંતવ્ય લગભગ ચાર્વાકન જેવું-ફક્ત ભૌતિકવાદ ઉપર જ આધારિત હતું. એથી પંચભૂતના સમીલનમાં જે ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે, તે જ ચેતના આત્માના નામે ઓળખાય છે અને જ્યારે મૃત્યુ થાય છે, ત્યારે પાંચેય ભૂત પિતાપિતાની અંદર મળી જાય છે અને મૃત્યુ પછી કાંઈ પણ બાકી રહેતું નથી.
મૂર્ખ, પંડિત, બાળક, સ્ત્રી વગેરે મરી ગયા પછી બધાં જ સર્વથા સમાપ્ત થઈ જાય છે. આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, લેક, પરલેક આદિની માન્યતાઓ એની પાસે કાંઈ જ નથી. જેના આધારે તપ, ત્યાગ, દાન, પુણ્ય વગેરે કરવાની જરુર પડે.
આવી માન્યતા પાછળ આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે તે સમયે ચરમસીમા પર પહોંચેલા પાપાચરણમાં ફસાયેલા અભિમાની ધનવાને, પેટભરા પંડિતે, સત્તાધારીએ વગેરે માટે આત્મા, સ્વર્ગ, નરક આદિની વાતે સર્વથા નકામી હતી. માટે સ્વાધ પિથી–પંડિત માટે એ જ બાકી રહ્યું હતું કે સંસારના અભિમાની ધનવાને જેવું છે અને તેઓને જે પસંદ હોય, એ જ ઉપદેશ આપ, પછી શા પણ એવા જ બની ગયાં. તર્કશાસ્ત્ર પણ એવું જ થઈ ગયું અને શ્રેતાઓ તથા વક્તાઓ પણ એવા જ બની ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com