________________
ભગવાન મહાવીર સ્વામીનું ,
દિવ્ય-જીવન
@ ૭૭
તેમ કરવાનો અવસર આપીશ નહિ અને કરનારની અનુમોદના પણ કરીશ નહિ.
(३) सव्वाओ अदिनादाणाओ वेरमणं :
ગ્રામ, નગર, ક્ષેત્રમાં અલ્પ અથવા અધિક, અલ્પ માત્રામાં કે અધિક માત્રામાં, સચિત્ત હોય કે અચિત્ત, કઈ પણ વસ્તુને હું લઈશ નહિ અને લેનારનું અનુદન પણ કરીશ નહિ.
(૧) તીર્થકર અદત્ત-અર્થાત્ જે કાર્યમાં તીર્થકરોની આજ્ઞા નથી, તે કાર્ય કરીશ નહિ.
(૨) ગુરુ અદત્ત–અર્થાત્ શ્વાસોચ્છવાસની ક્રિયા છેડીને કઈ પણ વસ્તુ ગુરુની આજ્ઞા વિના ગ્રહણ કરીશ નહિ.
(૩) સ્વામી અદત્ત-પુસ્તક, પાત્ર, વસ્ત્ર તથા બીજી કોઈ પણ વસ્તુ, તેના માલિકને પૂછ્યા વિના ગ્રહણ કરીશ નહિ.
(૪) જીવ અદત્ત-ફળ, ફૂલ, ધાન્ય, કાચું પાણી વગેરે પદાર્થો સજીવ (સચિત્ત) હોવાથી, તેમાં રહેલા છે મરવા ઈચ્છતા નથી, માટે આજથી હું કઈ પણ સચિત્ત વસ્તુને સ્પર્શ પણ કરીશ નહિ.
મારા જીવનમાં જેટલી વસ્તુઓ અનિવાર્ય રુપે ઉપયોગી છે, તેને તેટલી માત્રામાં જ હું ગ્રહણ કરીશ.
આ પ્રમાણે ચારેય ચકર્મોને હું ત્યાગ કરી દઉં છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com