________________
ભગવાન મહાવીર સ્વામીનું ,
દીવ્ય-જીવને
૭ ૯૩
કુમાર જેવા બુદ્ધિ કુબેર પ્રધાન મંત્રી, શાલીભદ્ર તથા ધન્ય શેઠ જેવા દેશસેવક ધનાઢ્ય, મૃગાવતી જેવી રુપવતી રાજ રાણીઓ, જયંતી જેવી મહાશ્રાવિકાઓ, ચંદનબાળા જેવી યૌવનવતી બ્રહ્મચારિણીઓ, પુણ્ય શ્રાવક જેવા ગરીબ ગૃહસ્થ તથા સુદર્શન જેવા પુણ્યપ્રભાવી શિયળસંપન્ન ગૃહસ્થ વગેરે સંખ્યાત-અસંખ્યાત, માનવ સમુદાય ભગવાન પાસે વ્રતધારીસંયમી, મહાતપસ્વી તથા બ્રહ્મચારી બની શક્યા.
આ પ્રમાણે ભગવાનનાં પાંચ મહાવ્રતાએ, પાંચ અણુવતેએ, ત્રણ ગુણવ્રતાએ તથા ચાર શિક્ષાત્રતએ જગતની વિષમતાઓને સમાપ્ત કરી એક સંઘ સ્થાપનના માધ્યમથી આખા સંસારને દયા, દાન, સમતા, અહિંસા, સંયમ તથા તધર્મને અપૂર્વ સંદેશ આપેલ છે.
ભગવાનની હયાતીમાં જ ૭૦૦ મહાપુરુષોએ તથા સંપૂર્ણ પરિગ્રહત્યાગીની શિયળસંપન્ન ૧૪૦૦ સાધ્વીજી મહારાજેએ પિતાનાં બધાં કર્મોને નાશ કરી, જન્મ-જરા તથા મૃત્યુથી છુટકારે પ્રાપ્ત કરી, મેક્ષગતિ પ્રાપ્ત કરી છે. બીજા પણ અગણિત ભાગ્યશાળીઓ પૂર્ણ અહિંસક, સત્યવાદી, બ્રહ્મચારી તથા સંસારમાં ભયંકરમાં ભયંકર પાપોની વૃદ્ધિ કરાવવાનું મૂળ કારણ તથા લાખે, કરે મનુષ્યને ભૂખ્યા મારવાનું આદ્ય કારણ
–એવા પરિગ્રહના સંપૂર્ણ ત્યાગી બન્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com