________________
ભગવાન મહાવીરસ્વામીનું ** ૭ દીવ્ય-જીવન
બેશક ! સ્થાવર જીની હત્યામાં પણ જે ગૃહસ્થ ઇન્દ્રિયની ગુલામીવશ જીવહત્યામાં બેધ્યાન રહીને કાંઈ પણ કરે છે, તે તે નિર્ધસી પરિણામને માલિક બનતે પાપકર્મને ભાગીદાર બને છે. આરંભકિયામાં પણ મર્યાદાથી વધારે પરિગ્રહ વધારવાને જે ભાવ હોય, તે ગૃહસ્થ હિંસક છે, અનાચારી છે.
બાહ્યદૃષ્ટિથી સંકલ્પ વિના રહેવા છતાં પણ જે તેના આંતરજીવનમાં કાષાયિક તથા વૈષયિક ભાવ છે, તે તેની કિયાએ પણ હિંસાત્મક હોય છે.
માટે મહાવીર સ્વામીના ધર્મને પ્રાપ્ત કર્યા પછી, જીવમાત્રે સરલ–પરિણામી, નિરારંભી, પરિગ્રહ પરિમાણુ બનવાનું ધ્યેય રાખવું જરૂરી છે.
સમાજવાદ :
આ તે એક સત્ય હકીકત છે કે દેશનું ઉત્થાન, આબાદી, આઝાદી તથા સચ્ચરિત્રતાને આધાર જ સમાજવાદ છે. જે દેશે આ વાદને અપનાવ્યું નથી, તે દેશ સૈનિકેની તાકાત પર ભલે ગમે તેટલું જોરદાર (સશક્ત) બની જાય; તથાપિ તે દેશની આંતરશક્તિ કમજોર થતી જશે અને એક દિવસ આંતરવિગ્રહને જન્મ આપનારી બનશે. - આપણા દેશને ભૂતકાળ તપાસી જુઓ, તે એક દિવસ આખું ભારત સામ્રાજ્યવાદના ચક્કરમાં સમય વ્યતીત કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com