________________
ભગવાન મહાવીરસ્વામીનું
- દીવ્ય-જીવન @ ૮૧ એથી મહાવીર સ્વામીને ઉપાસક અહિંસક ભાવનાવાળા હોવા છતાં પણ દુષ્ટોને દંડ દેવામાં એને બાધ આવતો નથી.
અહિંસક મનુષ્ય કર્મઠ, સશક્ત તથા પિતાની જવાબદારી પ્રત્યે સદા જાગરુક રહે છે.
બેશક ! જે નિરપરાધી ત્રસ જીવે છે, જેવા કે-સાપ, વિંછી, વાઘ, સિંહ, માકડ, જૂ, તથા ઘેટાં, બકરાં, ગાય, ભેંસ, બળદ વગેરે જાનવરો સર્વથા નિર્દોષ તથા નિરપરાધી હેવાથી તેઓને મારવાને ઈરાદે મહાવીરસ્વામીને ઉપાસક ક્યારેય રાખી શકતું નથી.
નિરપરાધી જીવોમાં પણ પોતાનાં બહેન–બેટી, પુત્રપુત્રી, દાસ-દાસી વગેરે ધાર્મિક–જીવન વિરુદ્ધ ચાલનારા હોય, તે તેઓને સાપેક્ષ બુદ્ધિથી દંડ દેવે ગૃહસ્થને માટે સર્વથા અનિવાર્ય હોવાથી, યદ્યપિ તેઓ નિરપરાધી છે, તથાપિ દંડનીય છે.
આ બધાં વિવેચનથી ગૃહસ્થાશ્રમી અહિંસાને સીધે સાદો અર્થ એ છે કે, “અપરાધ વિનાના ત્રસ જીવેને મારવાની બુદ્ધિ, વૈરબુદ્ધિ, હિંસાબુદ્ધિ તથા ઈષ્યબુદ્ધિથી મારવા નહિ.”
આટલી મર્યાદાવાળી અહિંસા જ ગૃહસ્થાશ્રમીને માટે પર્યાપ્ત છે, જેથી પિતાના વ્યવહારમાં ક્યાંય પણ બાધા આવી શકતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com