________________
૭૬ - ભગવાન મહાવીરસ્વામીને
* દીવ્ય-જીવન સત્કર્મોની વાસનાથી જ્યારે કેઈ પણ જીવાત્માને વૈરાગ્યને ઉદય આવે છે અથવા ગૃહસ્થાશ્રમની માયા-ચક્કીમાં પિસાતાં પિસાતાં, જ્યારે પણ પાપકર્મોની ધૃણા, જૂઠ–પ્રપંચથી નફરત, ક્રોધ કષાયથી ઉદ્વિગ્નતા, વિષય-વાસના, ભેગ-વિલાસ તથા
સ્ત્રી-સહવાસથી મનમાં સર્વથા નારાજી આવી જાય છે, ત્યારે સમ્યગ જ્ઞાનપૂર્વક સમ્યગદર્શની આત્મા સમ્યફચારિત્ર(મુનિધર્મ)ને સ્વીકાર કરે છે તેને સાધુ-સંસ્થા કહે છે
આ પ્રમાણે સાધુધર્મ સ્વીકારવાના સમયે હિંસામયી માનસિક ભાવના પણ ત્યાગવી પડે છે તથા દિક્ષાના સમયે જ પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞા લેવી પડે છે. (3) સવાસો વારૂવાલાયો વેરમr :– ' અર્થાત્ પ્રાણેને ધારણ કરનારા પ્રાણીમાત્ર ભલે તે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય હોય, તેની હિંસા મનથી, વચનથી, કાયાથી કરીશ નહિ, બીજાની પાસે કરાવીશ નહિ અને કરનારનું સાહચર્થ્ય તથા અનમેદન પણ કરીશ નહિ. ઊઠતાં, બેસતાં, ચાલતાં તથા ગુરુની આજ્ઞાથી પણ કયાંય જવા આવવામાં રજોહરણને ઉપયોગ કરે, રાત્રે ચાલતાં, ફરતાં દંડાસનથી પરિમાજિત જમીન પર પગ મૂકે વગેરે ક્રિયાઓ શુદ્ધ ઉપગપૂર્વક કરવી જરુરી છે. (૨) સરવાળો મુલાવાયામો વેરમાં ! :
ક્રોધ, લોભ, ભય તથા હાસ્યમાં કેઈપણ પ્રકારનું અસત્ય, હિંસક, અસભ્ય, ઈષ્યમય, વિરમય ભાષણ કરીશ નહિ, બીજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com