________________
ભગવાન મહાવીર સ્વામીનું ..
દીવ્ય-જીવન
@ ૭૫
ભાગ્યવાદના ભરોસે બેસીને પિતાના જીવનને નિરુદ્યમી બનાવવું એ જ અધઃપતન છે.
આ પ્રમાણે સ્યાદ્વાદી વચને દ્વારા ભગવાન પંડિતોના વિચારમાં કાતિ લાવ્યા અને જનમાનસમાં રહેલી ભ્રાન્તિ નાબૂદ થઈ. પરિણામે સંસારને સત્યવાદ તથા યથાર્થવાદના જ્ઞાનની પ્રાપ્તિ થવા પામી.
એથી સત્યદ્રષ્ટા ભગવાન મહાવીરસ્વામી અમર છે અને અહિંસાધર્મ, સંયમધર્મ તથા તપધર્મ પણ સદા અમર છે.
જે આજે પણ અગણિત માનવને કલ્યાણને માર્ગ બતાવી રહ્યો છે.
ભગવાન મહાવીરસ્વામીનો અહિંસા-ધર્મ
હિંસક ભાવના, ભાષા, વ્યવહાર તથા ખાનપાનથી દૂર રહેવું એ જ અહિંસા છે. પરંતુ માનવમાત્રની પરિસ્થિતિ તથા કર્મોને સંચય એકસરખા ન હોવાથી બધા જીવાત્માઓ એક સરખી અહિંસાનું પાલન કરી શકતા નથી, એટલા માટે જ માનવ-સમાજના બે ભેદ છે—(૧) સાધુ-સંસ્થા, (૨) ગૃહસ્થ– સંસ્થા. (૧) સાધુ-સંસ્થા :
જેમાં ગૃહસ્થાશ્રમ, શરીર સંસ્કાર, પુત્ર-પરિવાર તથા માતાપિતાને સંપૂર્ણ ત્યાગ કરવાને હેય છે. પૂર્વભવનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com