________________
સમ
ભગવાન મહાવીરસ્વામીનું દીવ્ય-વન છે—તે સથા નિહેતુક છે. જીવાત્મા પોતે કાંઇ પણ કરતા નથી, બધું સ્વયં જ બને છે, તૂટે છે, જોડાય છે, કોઈ બનાવનાર નથી, કોઈ તાડનાર નથી અને કોઈ જોડનાર પણ નથી.
સંસારમાં જ્યારે જ્યારે શ્રીમતે સત્તાધારી તથા પેાથી–પંડિતાનું સ્વાર્થવશ એકીકરણ (સંગઠન) થઈ જાય છે, ત્યારે ત્યારે કરોડોની સંખ્યામાં રહેલી સાધારણ જનતાની પાસે ભાગ્યવાદ જ શેષ રહે છે. પ્રકાશનું એક પણ કિરણ જ્યાં દેખાતું નથી, ત્યાં જનમાનસ નિરાશાવાદી બની જાય છે અને હતાશા છવાઈ જાય છે. કોઈને પણ માર્ગ સૂઝતા નથી, કારણ કે સત્તાધારીઓ સત્તાથી વાત કરે છે, શ્રીમતા પૈસાના ઘમંડથી વાત કરે છે અને પંડિત–મહારાજે વાતવાતમાં ધમની સાક્ષી આપ્યા કરે છે, ત્યારે સાધારણ જનતા પાસે પોતાના ભાગ્યને નિંદવાનું જ બાકી રહે છે.
(૬) બુદ્ધદેવ :
આ મહાપુરુષના જન્મ કપિલવસ્તુ પાસે લુખની વનમાં થયા હતા. પિતા શુદ્ધોદન રાજવશી ક્ષત્રિય હતા; માતાનુ નામ મહામાયા હતું. ભગવાન મહાવીરસ્વામી તથા યુદ્ધદેવનુ કાર્યક્ષેત્ર લગભગ એક જ રહ્યું છે; રાજગૃહ તથા શ્રાવસ્તી નગરીમાં અને મહાપુરુષાનાં કેન્દ્રો હતાં.
મહાત્મા બુદ્ધ ઈ.સ. પૂર્વે ૫૪૪માં નિર્વાણ પામ્યા છે. જન્મથી જ વૈરાગી તથા ત્યાગની ભાવનાવાળા હાવાથી તેમણે રાજકુટુંબના ત્યાગ કરી સંન્યાસધમ સ્વીકાર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com