________________
૭૦ કિભગવાન મહાવીર સ્વામીનું
9° ૭ દીવ્ય-જીવન
ખાણમાંથી નીકળેલું સુવર્ણ દ્રવ્ય છે, પરંતુ તે જ દ્રવ્ય ક્યારેક લંગડી, મહેર, ચેરસ રુપિયા, કંઠી, કંદોર, બંગડી વગેરે પર્યામાં રહેલું હોય છે.
આકાર વિશેષ ધારણ કર્યા સિવાય કઈ દ્રવ્ય કેઈ પણ કામમાં આવતું નથી–આ સર્વથા અનુભવસિદ્ધ સિદ્ધાન્ત છે.
ઘટ માં પણ માટી દ્રવ્ય છે અને “ઘટ” પર્યાય છે, માટી પિતાના મૂળ દ્રવ્યમાં કાયમ રહીને ભિન્ન-ભિન્ન પર્યામાં બદલાતી રહે છે.
આ પ્રમાણે આખા સંસારનાં બધાય પુગલ દ્રવ્ય કઈને કઈ પર્યાય( આકાર)માં પરિવર્તિત થતાં દષ્ટિગોચર થાય છે અને પર્યાયે પણ પ્રતિક્ષણ બદલાતા રહે છે.
એક દિવસ આપણે કહેતા હતા કે આ જમીન ઉકરડો છે, જ્યાં આખા ગામને કચરે પડતું હતું, પરંતુ તે જ જમીન પર એક દિવસ બંગલે બને છે, ત્યારે આપણે કહીએ છીએ કે જમીનને કેટલે અભ્યદય થયે છે–જમીન તે જ છે, એક દિવસ તે ઉકરડાના નામે પ્રસિદ્ધ હતી, તે જ આજે બંગલા તથા બગીચાના નામે પ્રસિદ્ધ થઈ ગઈ
જે સુતર દ્રવ્ય પહેલાં ધેતિયાના નામે ઓળખાતું હતું, પરન્ત તે જ ધેતિયાને ફાડીને ખમીસ બનાવ્યું, ત્યારે તે એ નામથી ઓળખાવા લાગ્યું. આ પ્રમાણે દ્રવ્યમાં ફેરફાર થયા વિના પર્યાની ઉત્પત્તિ તથા વિનાશ થતું રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com