________________
ભગવાન મહાવીર સ્વામીનું * ૭ દીવ્ય જીવન પુત્રી છે.” આ સાંભળતાં જ મૃગાવતી રાણીનું ધૈર્ય તૂટી ગયું અને ચંદનાને ગળે લગાવી જોરજોરથી રેવા લાગી. રાજા પણ ખૂબ રેયા અને ગદ્ગદ્ અવાજે રાણી બેલી કે, “આ ચંદના તે મારી ભાણેજ છે.” રાજાને પણ ખૂબ જ દુ:ખ થયું. રેતાં રેતાં મૃગાવતીએ રાજાને કહ્યું કે, “હે રાજાઓ! આ જોઈ તમારું પાપ, આ જ પાપને પ્રત્યક્ષ ચમત્કાર ! હાય રે રાજસત્તા ! હાય રે શ્રીમંતાઈ! ન જાણે આ રાજસત્તાએ કેટલા ઘોર પાપ કર્યા હશે!” બધાની આંખે આંસુથી ભરાઈ ગઈ હતી. જાણે હૃદયગુડામાં રહેલી પાપવાસનાઓ બહાર નીકળી રહી છે.
તે જ સમયથી ગુલામ-પ્રથાએ પિતાને અંતિમ શ્વાસ લીધે. ગુપ્ત વ્યભિચારની ભાવના સમાપ્ત થઈ અને માનસિક જીવન શુદ્ધ બન્યું.
આ પ્રમાણે છદ્મસ્થ જીવનમાં પણ સંસારને ઉદ્ધાર કરવા માટે પતિત-પાવન ભગવાન મહાવીરસ્વામી સિવાય બીજુ કઈ પણ સમર્થ નથી. જગત કલ્યાણ માટે ૧૫ દિવસના નિર્જલ ઉપવાસ પછી બાફેલા અડદના દાણાથી પારણા કરનારા દીર્ઘતપસ્વી ભગવાન મહાવીર સ્વામી સિવાય બીજું કઈ પણ હોઈ શકે નહિ.
સંસારમાં રહેલી પાપવાસનાઓ નિર્મૂળ કરવાના હેતુથી પિતાની કાયાની માયાને ત્યાગ પણ કરનારા ભગવાન મહાવીરસ્વામી એટલા માટે જ સર્વશ્રેષ્ઠ પરમાત્મા છે, તેથી તે બધાને માટે ભગવાન શ્રદ્ધય, આદરણીય તથા પૂજ્ય બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com