________________
ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય જીવન
@ ૬૩
કંસ-ધવલશેઠ કે શુર્પણખા જેવા સેતાનેને અવતાર જ ત્યાં સુલભ બનશે, જે દેશની બુનિયાદને શિથિલ કરી સ્વતંત્રતાને મહેલ જમીનદોસ્ત કરનાર છે.
વિષ ભરેલે નાગ, ઝેરી દવા કે વિજળીના તાર આદિ માનવના શરીર સાથે શત્રુતા રાખનાર છે, જ્યારે રજોગુણથી ઉદ્ભવેલા કામ અને ક્રોધ માનવની માનવતાના હાડવૈરી છે. જેનાથી જીવનધનને નાશ, બુદ્ધિમાં વિપરીતતા, સમ્યગજ્ઞાનને અભાવ અને પુણ્યકર્મો ઉપરાંત પોતાના ભણતર-ગણતરને પણ કલંકિત કરનારા છે.
કામ તથા ક્રોધને ભડકાવવામાં શરાબપાન મુખ્ય કારણ છે, જેનાથી તમે દેશ-સમાજ કુટુંબ અને તમારા વ્યક્તિત્વની એક પણ સમસ્યા હલ કરી શકવાના નથી.
શરાબપાનથી ઈન્દ્રિયમાં ઉત્તેજના-માદકતા અને શેતાનીયતની વૃદ્ધિ થતાં તમે તમારી માવડી અને સ્વસ્ત્રીના પણ દ્રોહી બનશે જે અમૂલ્ય જીવનધનને સત્યાનાશ કરાવનાર છે.
એજ્યુકેટેડ કે ગ્રેજ્યુએટ બનેલા તમારા પુત્ર પુત્રીઓમાં તમારૂં શરાબપાન ગુપ્તરૂપે દુરાચારને સંચાર કરનાર બનશે જેનાથી તમારી સાત કે સીત્તોતેર પેઢીઓની ખાનદાનીને નેસ્ત નાબુદ કરી શકશે, માટે શરાબપાન માનવીય જીવનનું અધઃ પતન છે, સરસ્વતી માતાનું અસહ્ય અપમાન છે, લાખ કરોડે માનની કુર હિંસા છે અને સંસારને “વૈષમ્યવાદની બક્ષીસ આપીને પરતંત્રતાના કારાવાસમાં ધકેલનાર બનશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com