________________
ભગવાન મહાવીર સ્વામીનું !
દીવ્ય-જીવન
૭ ૧૯
પ્રવૃત્તિ કરવી અથવા હિંસામય પ્રવૃત્તિ કરવી, ચેરી કરવી, મિથુન સેવવું વગેરે કાયિક પાપ છે. આ બધાં પાપોથી નિવૃત્ત થવું એ જ સંયમ છે. (૨) પ્રયત્ન કરવો :
કર્મોના બંધનથી સર્વથા મુક્ત થવા માટે જે અનુષ્ઠાન કરવામાં આવે છે, તે શુદ્ધ અનુષ્ઠાન છે અને પુણ્યપ્રાપ્તિ નિમિતે જે અનુષ્ઠાન થાય છે, તે શુભ અનુષ્ઠાન છે. આવાં શુભ અનુષ્ઠાને છેડીને મેક્ષલક્ષી શુદ્ધ અનુષ્ઠાનેમાં પ્રયત્નશીલ રહેવું એ જ સંયમ છે.
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પરિષહેને સહન કરવા, દસ પ્રકારના સાધુધર્મમાં સ્થિર રહેવું તથા સ્થિરતાપ્રાપ્તિ માટે મૈત્રી, પ્રમેદ, કારુણ્ય, માધ્યસ્થ તથા અનિત્ય આદિ ભાવનાએનું પ્રતિસમય અનુસ્મરણ કરવાથી જ શુદ્ધ અનુષ્ઠાન થતું રહે છે.
(૩) બાંધવું :
અનાદિકાળથી કામ-ક્રોધ-માન-માયા તથા લેભ વગેરે દૂષણમાં ફસાયેલા આત્માને સમ્યજ્ઞાન તથા સમ્યફચારિત્રની મર્યાદામાં બાંધવે એ સંયમ છે. (૪) વ્રત-નિયમ કરવાં:
હિંસાના પાપને રોકવા માટે અહિંસાવ્રત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com