________________
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય જીવને ૭ ૩૧ એનું પાલનપોષણ થતું હતું. એથી માનવધર્મને સર્વથા અભાવ હતો. નાભિ કુલકરને ત્યાં મરુદેવી માતાની કુક્ષિથી ભગવાનને જન્મ થયે, તેઓ બાલ્યકાળથી જ મનનશીલ, દીર્ઘદષ્ટા, ઉદાર, દયાના સાગર તથા મતિ -શ્રત અને અવધિજ્ઞાનથી યુક્ત હતા. તેમનું બાહ્ય શરીર પણ મનેહર, સદ્લક્ષણોથી યુક્ત, અંગોપાંગની બેનમૂન સુંદરતાવાળું હતું તથા આંખમાં અનહદ માનવપ્રેમ, હદયમાં જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવનાને વિકાસ તથા મસ્તિષ્કમાં અગાધ જ્ઞાનની ગરિમાથી ઋષભકુમાર સૌના વિશ્વાસભાજન તથા પ્રિયપાત્ર બની ગયા હતા.
આ તરફ યુગલિયાઓના ભોગપ્રધાન જીવનમાં પણ કાળના પ્રભાવે કલ્પવૃક્ષોના રસ-કસની હાનિને લીધે કષાય-કલેશ વધવા લાગે, ત્યારે નાભિકુલકરે રાષભને પ્રથમ રાજા તરીકે નિયુક્ત કર્યા. તેઓ ભારતભૂમિના સર્વ પ્રથમ રાજા થયા. દયાળુ ત્રાષણ રાજાએ “વળાફિયાણ ૩વડુિ ” એ સૂત્ર પ્રમાણે યુગલિયાએને માનવ-ધર્મમાં પરિવર્તિત કરવા દરેક પ્રકારની કળાઓનું જ્ઞાન આપ્યું. જેમાં ભેજન, પાન, વસ્ત્ર, નાપિત, લુહાર, ધોબી, કુંભાર વગેરે વ્યવહાર કળાઓ તથા અંકગણિત તથા લેખનના ઉપરાન્ત પુરુષોની ૭૨ કળાએ તથા સ્ત્રીઓની ૬૪ કળાઓ શીખવીને તથા અમુક અમુક રાજ્યોને કારભાર અમુક અમુક પુત્રને સેંપીને સંપૂર્ણ પરિગ્રહને ત્યાગ કરીને ભગવાન સ્વયં પ્રવર્જિત થયા; જેમાં ગૃહસ્થાશ્રમ, પુત્રપરિવાર, રાજ્યપાટ, થાવત્ કાયાની માયાને પણ છોડી દીધી તથા ભવભવાનર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com