________________
ભગવાન મહાવીર સ્વામીનું ,
દીવ્ય-જીવન :
રુપિયા કમાવાની ઈચ્છા એ જ માનવ-સમાજમાં ભૂખમરે, રેગ, ઉપદ્રવ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિનું મૂળ કારણ બને છે, કારણ કે જે પ્રકૃતિએ માનવસમાજને બધું જ આપ્યું છે, તે જ પ્રકૃતિને માનવ જે વેરી બને, ઉપકાર ભૂલી જાય તે એ જ પ્રકૃતિ માનવના જીવનને પણ સુખ, શાંતિ તથા સમાધિરહિત બનાવી દે છે.”
જગદુદ્ધારકત્વને ઉત્કૃષ્ટ નમૂને જીવનની ઉત્કાતિને ત્યાગ કરી, અપકાન્તિને સ્વીકાર કરનારા એક મુનિને જીવાત્મા ભયંકર વનમાં ચંડકૌશિક નામે મહાહિંસક, અત્યંત ક્રોધી, દષ્ટિવિષ, મહાસર્પરાજના રૂપે ઉત્પન્ન થઈને રહેતે હતે. તેની આંખમાં જ વિષ હોવાને કારણે અમુક હદ સુધી રહેનારા પશુ, પક્ષી તથા જે કઈ મનુષ્ય ઉપર પણ તેની દષ્ટિ પડતી હતી, તેને તત્કાલ યમરાજના અતિથિ થવું પડતું હતું. છઠ્ઠસ્થ મુનિજીવનમાં વિહાર કરતાં કરતાં ભગવાન તે જ રસ્તે જઈ રહ્યા હતા. અનેક લોકેએ તેમને તે રસ્તે જતા ક્યા પણ ખરા! પરંતુ જીવમાત્રના ઉદ્ધારની ભાવનાવાળા ભગવાન કેમ રેકાય?
તે જ વનમાં ભગવાન સૌમ્ય મુદ્રામાં ધ્યાનસ્થ થઈ ગયા. ત્યાં સર્પરાજ આવે છે અને ભગવાનને જોતાં જ કે ધની ચરમ સીમામાં આવીને ભગવાન ઉપર જાણે પિતાનું ચરમ અસ ફક્ત ન હોય તેમ ચરણમાં જોરથી ડંખ મારે છે, પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com