Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 61
________________ ભગવાન મહાવીર સ્વામીનું દીવ્ય જીવન બિરાજમાન થઈને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રુ૫ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. | તીર્થકરેનું રુ૫, બળ, જ્ઞાન સર્વથા અદ્વિતીય હોય છે, જેને આગમના વચનથી આ પ્રમાણે જાણી શકાય છે – ૧૨ પુરુષ બરાબર ૧ બળદનું બળ, ૧૦ બળદ બરાબર ૧ ઘોડાનું બળ, ૧૨ ઘોડા બરાબર ૧ પાડાનું બળ, ૧૫ પાડા બરાબર ૧ હાથીનું બળ, ૫૦૦ હાથી બરાબર ૧ સિંહનું બળ, ૨૦૦૦ સિંહ બરાબર ૧ અષ્ટાપદનું બળ, ૧૦ અષ્ટાપદ બરાબર ૧ બળદેવનું બળ, ૨ બળદેવ બરાબર ૧ વાસુદેવનું બળ, ૨ વાસુદેવ બરાબર ૧ ચકવર્તીનું બળ, ૧૦ લાખ ચકવર્તી બરાબર ૧ નાગકુમાર દેવનું બળ, ૧ કરેડ દેવ બરાબર ૧ ઈન્દ્રનું બળ, કેટલાય ઈન્દ્ર બરાબર ૧ ગણધરનું બળ, કેટલાય ગણધર બરાબર ૧ તીર્થંકરનું બળ. ઉપરના કોષ્ટકથી આપણે જાણી શકીએ છીએ કે તીર્થકર ભગવંત સર્વોત્કૃષ્ટ પુણ્યશાળી હોય છે, અથવા પુણ્યકર્મની ચરમસીમા તીર્થકરેનાં ચરણોમાં સમાપ્ત થાય છે, જેમ સંપૂર્ણ આવરણ રહિત, સંસારવતી અનંતાનંત દ્રવ્ય-પદાર્થોનું જ્ઞાન કેવળજ્ઞાનમાં સમાપ્ત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110