________________
ભગવાન મહાવીરસ્વામીનું ,
- દીવ્ય-જીવને
૭ ૩૭
છે. આત્મિક શૂરવીરતાના અભાવમાં શારીરિક શૂરવીરતા ફક્ત પશુતાને આમંત્રણ આપે છે અને શારીરિક શૂરવીરતાના અભાવમાં આત્મિક શૂરવીરતા પ્રાયઃ ફળ આપતી નથી.”
ભગવાન બંને રીતે પૂર્ણ સશક્ત હતા, તેથી સમવયસ્ક મિત્રની સાથે રમતા હતા ત્યારે તેમણે સર્પનું રૂપ ધારણ કરેલા દેવને દૂર ફેંકી દીધું હતું તથા રાક્ષસનું રુપ ધારણ કરેલા દેવને મુષ્ટિના પ્રહારથી સર્વથા વામન બનાવી દીધું હતું.
ત્રણ જ્ઞાનના માલિક ભગવાનને જ્યારે પાઠશાળામાં ભણવા માટે લાવવામાં આવ્યા ત્યારે ભણવા આવેલા ભગવાને પિતે જ જ્યારે પંડિતેના મનની શંકાઓનું સમાધાન કર્યું,
ત્યારે તે આખું જગત ભગવાનની જ્ઞાનગરિમા પ્રત્યે ફિદા ફિદા થઈ ગયું. તે સમયે જ સંસારને ખાત્રી થઈ ગઈ કે આ ભગવાન-જીને “મુત્તા જોયા ” થઈને, મુક્તિ-માર્ગ આપનારા થશે.
વૈવાહિક જીવનમાં વર્ધમાનસ્વામીની ધર્મપત્નીનું નામ યશૈદા હતું અને પુત્રીનું નામ પ્રિયદર્શન હતું, પરંતુ એ નિશ્ચિત છે કે તેમનું આ જીવન થોડા સમય સુધી જ રહ્યું છે.
માતા પિતાના સ્વર્ગવાસ પછી પણ પિતા તુલ્ય પોતાના મોટા ભાઈ નંદિવર્ધન મહારાજાના આગ્રહવશ, ભગવાન વર્ધમાનકુમાર બે વર્ષ સુધી વધારે ગૃહસ્થાશ્રમમાં રહ્યા, તથાપિ તેમનું આધ્યાત્મિક જીવન ઉત્તરોત્તર મનનશીલ બનતું ગયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com