________________
ભગવાન મહાવીર સ્વામીનું
૨૨ ૭ દીવ્ય-જીવન
પાપ તથા પુણ્ય કર્મોને નાશ કરવા માટે જે પ્રબળ પુરુષાર્થ કરવાનું છે, તે માટે જાણે વિશ્રામ લઈ રહ્યા ન હોય!
આવા ભગવાનના જીવનમાં હવે ભવભવાન્તરમાં ઉપાર્જિત કર્મોને નાશ કરવા સિવાય કાંઈ પણ બાકી રહ્યું નથી.
આ રીતે ભગવાન મહાવીરસ્વામીના ૨૬ ભવમાંથી, ત્રીજા તથા સેળમા ભવની વાત આપણે જાણી. આ બધા ભમાં આત્મા એક જ છે, કર્મવશ અવતાર જુદા જુદા છે, છતાં પણ આત્માની શક્તિઓ પૂર્ણ રુપે વિકસિત થયેલી નહિ હોવાથી, તપ, ત્યાગ, ધારણું વગેરે જેવું જોઈએ તેવું ફળ આપવામાં અસમર્થ રહ્યાં છે.
ત્રીજા ભવે ચકવર્તી ભરતના પુત્રના રુપમાં વૈરાગ્યપૂર્વક દીક્ષિત થવા છતાં પણ કાયાની સુકમલતા આત્માને વૈરાગ્યમાં સ્થિર થવા દેતી નથી. સશસ્ત્ર સિપાઈને જોઈને શસ્ત્ર વગરને પુરુષ ભય પામી જેમ રણમેદાનમાંથી ભાગી જાય છે, તેમ કાયાના સુકેમલતાજન્ય મેહથી મરીચિ મુનિરાજને પણ સંયમનું રણક્ષેત્ર છેડી દેવું પડ્યું હતું.
આત્માના દુશમને બહિરંગ તથા અંતરંગ એમ બે પ્રકારના હોય છે. તેમાંથી બહિરંગ શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર સરલ છે, પરંતુ અંતરંગ શત્રુઓને કન્જ કરવા કેઈ પણ સ્થિતિમાં બધા જીવો માટે સહેલું નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com