________________
૨૮ ૭ દીવ્ય-જીવન
ભગવાન મહાવીર સ્વામીનું
ઉત્તરાદ્ધ ભારતમાં કઈ પણ મહાપુરુષ જન્મતા નથી, માટે આ ક્ષેત્ર અનાર્ય હોવાથી ત્યાં રહેલા લોકે પણ અનાર્ય છે.
આત્મન્નતિમાં જેમ ક્ષેત્રની અનિવાર્યતા છે, તેમ કાળની પણ અપેક્ષા રહે છે. જેનશાસનમાં કાળચકના ઉત્સર્પિણી તથા અવસર્પિણી નામના બે ભેદ માન્ય છે, પહેલામાં જમીન વગેરેના રસકસ તથા મનુષ્યનું આયુષ્ય વગેરે ભાવ ઉત્તરોત્તર વધતા રહે છે-જેમ કે પ્રથમ તીર્થંકરનું જે આયુષ્ય વગેરે હોય છે, તેનાથી વધતાં વધતાં અતિમ તીર્થકરનું શરીરમાન ૫૦૦ ધનુષ્યનું તથા આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હોય છે તથા અવસર્પિણી કાળમાં પહેલા તીર્થકર કરતાં અંતિમ તીર્થંકરના આયુષ્ય વગેરેનું માન ઓછું થતું જાય છે તેથી જ ઋષભદેવના શરીરમાન વગેરેથી ઘટતાં ઘટતાં મહાવીરસ્વામીનું આયુષ્ય ફક્ત ૭૨ વર્ષનું અને શરીર સાત હાથનું જ હતું.
પ્રત્યેક કાળના છ છ વિભાગે (આરઓ) હોય છે. તેમાંથી પહેલા તથા બીજા આરામાં ભેગપ્રધાનતા તથા પાપપ્રધાનતાની તીવ્રતા હોવાથી આ આરાઓમાં અર્થાત્ ઉત્સર્પિણી કાળમાં પહેલે તથા બીજે આરે ૨૧-૨૧ હજાર વર્ષોને હોય છે અને અવસર્પિણી કાળને પહેલે આરે ચાર કડાકોડી તથા બીજે આ ત્રણ કલાકેડી સાગરોપમને હેય છે. આટલા લાંબા સમય સુધી આ આરાઓમાં જન્મ લેનારાઓ સંખ્યાત-અસંખ્યાત છની ધાર્મિક ગ્યતા ન હોવાથી જ
અરિહંત આદિ મહાપુરુષોને જન્મ થઈ શક્તા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com