________________
ભગવાન મહાવીરસ્વામીનું 1
દીવ્ય-જીવને દઈ ૨૭
ધુની આત્મા જેમ પોતાની અપૂર્ણ આરાધનાને પૂર્ણ કરવાના ચકકરમાં રહે છે, તેવી જ રીતે ત્રેવીસમા ભવમાં ફરી મનુષ્ય અવતારમાં જન્મ લઈને તથા ચક્રવર્તીના ભેગવિલાસને ત્યાગ કરીને ફરી પિતાની સાધનામાં લાગી ગયા.
અહીં આત્મ–જાગૃતિ અપરંપાર હોવા છતાં પણ કેવળજ્ઞાનની ભૂમિકા પ્રાપ્ત ન કરી શક્યા.
પચ્ચીસમા ભવમાં ચરમસીમા પ્રાપ્ત કરેલી સાધના ભાયિક સમ્યકત્વ તથા તીર્થકર નામકર્મની નિકાચના કરવામાં સહાયક બને છે.
સત્તાવીસમા ભાવમાં ભગવાન મહાવીરસ્વામી બનતાં પહેલાં ૨૬ ભવેમાં આત્માનું ઉત્થાન તથા પતન આપણે અત્યંત સંક્ષેપથી જાણી શક્યા છીએ.
હવે સત્તાવીસમા ભવનું વર્ણન કરતાં પહેલાં ભારત દેશની થડી પૂર્વભૂમિકાનું વર્ણન કરીને ભગવાન મહાવીરસ્વામીનું દિવ્ય જીવન આપણે જોઈશું.
વૈતાઢ્ય પર્વતથી ભારતવર્ષના બે વિભાગ થાય છે – (૧) દક્ષિણાદ્ધ ભરત, (૨) ઉત્તરાદ્ધ ભરત. મનુષ્યના ગુણદોષ જેમ સ્વાભાવિક છે, તેમ ક્ષેત્રના ગુણદોષ પણ સ્વાભાવિક હવાથી દક્ષિણુદ્ધ ભારતમાં અરિહંત, ચક્રવતી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ મહાપુરુષે જન્મે છે, પરન્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com