________________
ભગવાન મહાવીરસ્વામીનું ન
દીવ્ય-જીવન
આત્માને યમ તથા નિયમની રજૂથી બાંધીને કાબૂમાં રાખવે એ જ સંયમ છે. (૬) ઇન્દ્રિયનિગ્રહ :
જેમ રથમાં અશ્વો જોડવામાં આવે છે, તેમના મુખમાં લગામ રાખવામાં આવે છે, સારથી પિતાના હાથમાં લગામ પકડી રાખે છે, મુસાફર અંદર બેસે છે એવી જ રીતે આપણું શરીર રથ છે, ઈન્દ્રિય અશ્વો છે, જ્ઞાન લગામ છે, મન સાથી છે અને આત્મા મુસાફર છે. આવી સ્થિતિમાં જે આત્મા જ્ઞાનવાન હોય, તે તેનું મન પણ સંયમિત રહેશે અને ઇન્દ્રિયરૂપી અશ્વોનું સંચાલન પોતાના માલિક આત્માના ઈશારે કરશે. જે અશ્વો તેફાન કરે તે આત્મા સાથે કેન્દ્રિત મન જ્ઞાનરૂપી લગામથી ઇન્દ્રિયોને નિયંત્રિત કરી લે છે. માટે આત્મસાધન કરવા ઇન્દ્રિયને નિગ્રહ આવશ્યક છે. અન્યથા ઇન્દ્રિયાધીન આત્મા કષાયવાન બને છે અને કષાયી આત્મા પિતાનું ઉત્થાન કેઈ પણ હાલતમાં કરી શકતો નથી.
આવી રીતે આત્મસંયમમાં સ્થિર થયેલા નંદન મુનિરાજે પોતાના અદ્વિતીય આત્મિક બળથી ક્ષાયિક સમ્યકત્વ તથા તીર્થકર નામકર્મ પણ ઉપાર્જિત કરી લીધું અને છવ્વીસમા ભવમાં પ્રાણત નામે દેવલેક પ્રાપ્ત કર્યો, જ્યાં શારીરિક તથા વાચિક પ્રવચાર પણ સમાપ્ત થઈ જાય છે.
આવા દેવકને પ્રાપ્ત કરીને, આવતા ભવમાં બધાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com