Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 21
________________ 9 ભગવાન મહાવીર સ્વામીનું ૮ કે દીવ્ય-જીવન આ જ કારણે ઘણાં વર્ષો સુધી સંયમમાં રહેવા છતાં પણ તથા દ્રવ્ય સંયમની ખૂબ સાવધાનીથી આરાધના કરવા છતાં પણ વિશ્વભૂતિ મુનિરાજ ભાવસંયમના માલિક ન થઈ શક્યા. તેમ છતાં પણ દ્રવ્યસંયમ, તપશ્ચર્યા વગેરેને લીધે સત્તરમા ભવમાં સ્વર્ગના માલિક થઈને અઢારમા ભવમાં નિદાનને કારણે અર્ધચકવર્તીના રુપે અવતરિત થયા. અઢારમે ભવ પિતનપુર નગરમાં રિપુપ્રતિશત્રુ નામને પરાક્રમી રાજા હતું. તેને ભદ્રા નામે રાણી હતી. તેઓને અચલ નામને પુત્ર હતો, જે આગળ જતાં બળભદ્ર બન્યું. ભવાન્તરમાં ઉપાર્જિત કરેલાં કર્મોની માયાને આ જ ચમત્કાર છે કે તે માણસના સિદ્ધાન્તનિષ્ઠ તથા કર્તવ્યનિષ્ઠ બનવાના માર્ગમાં મેટાં ભારે વિદને ઉપસ્થિત કરી દે છે, જેથી વ્યક્તિમાત્ર પરિસ્થિતિને વશ થઈને ધર્મ–અધર્મને ભેદ ભૂલી જાય છે. આ રાજાની પણ એ જ દશા થઈ અને તેણે પોતાની મૃગાવતી નામની રુપવતી યૌવનવતી પુત્રીની સાથે વૈવાહિક સંબંધ સ્થાપિત કરી લીધો. પછી તે મૃગાવતીની કુક્ષિથી મહાવીર સ્વામીને આત્મા પુત્ર રૂપે અવતરિત થયે અને ત્રિપૃષ્ઠ વાસુદેવના નામે પ્રસિદ્ધ થયો. અચલ તથા ત્રિપૃષ્ઠ વાસુદેવ એ બંને ભાઈઓએ પરસ્પર ખૂબ પ્યારથી બીજના ચંદ્રમાની જેમ મોટા થઈને વિશિષ્ટ શક્તિઓ પ્રાપ્ત કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110