________________
ભગવાન મહાવીરસ્વામીનું
.
દીવ્ય-જીવન
૯ ૧૧
એક વખત પિતાના રંગમહેલમાં નાચ-ગાનને કાર્યકમ સુંદર રૂપે ચાલું હતું, તે સમયે વાસુદેવને ઊંઘ આવવા લાગી ત્યારે શવ્યાપાલકને આજ્ઞા આપી કે “મને ઊંઘ આવી જાય ત્યારે સંગીતકારને રજા આપી દેજે.” પછી રાજા જાણે મેહરાજની ઘોર નિદ્રાને વશીભૂત થતા ન હોય! તેમ સૂઈ ગયા. શય્યાપાલક પણ રાજાની આજ્ઞા ભૂલી ગયે અને સવાર સુધી સંગીત ચાલુ રખાવ્યું. રાજા જગ્યા ત્યારે આ વાત સહન કરી ન શક્યા અને શય્યાપાલકના બંને કાનમાં ગરમાગરમ સીસું રેડાવી દીધું. પછી તે આયુષ્યના અંત સુધી રૌદ્રધ્યાનના સ્વામી બનેલા વાસુદેવને અધોલેક( સાતમી નરક)ની પ્રાપ્તિ થઈ નરકથી નીકળીને સિંહના રુપે જમ્યા, અહીં પણ કૂર તથા હિંસક જીવન સમાપ્ત કરીને ચેથી નરકભૂમિ પ્રાપ્ત કરી. ત્યાંથી બહાર આવી ઘણું ભવ તિર્યંચ અવતારમાં પૂરા કર્યા. (આ ભવે નાના નાના હેવાથી મોટા ભામાં ગણાવ્યા નથી.)
બાવીસમે ભવ આ ભવમાં વિમળ નામના રાજકુમાર તરીકે અવતરિત થયા. ભવાન્તરમાં ભટકતાં અકુશલાનુબંધી ઘણાં કર્મોને ક્ષય થઈ જવાને કારણે તથા ફરીથી અત્યંત નિકૃષ્ટ, ઘોરાતિઘર કર્મો બાંધવાની યોગ્યતા પણ સમાપ્ત થઈ જવાને કારણે વિમળ રાજકુમાર આ ભવમાં જન્મતાં જ દયાવાન, ક્ષમાવાન, અહિંસક તથા અત્યંત સરલ હૃદયી બન્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com