________________
છે ભગવાન મહાવીર સ્વામીનું
૧૨ ૭ દીવ્ય-જીવન
પ્રકાશિત થયેલી પિતાના આત્માની તિમાં સંપૂર્ણ સંસારને દુઃખી, રૌદ્ર પરિણામી તથા જન્મ, જરા, મૃત્યુના ચકમાં ફસાયેલે જોઈને ભાવદયાના સાગર વિમળકુમાર સંસારની સંપૂર્ણ માયાને છોડીને દીક્ષિત થયા અને તપશ્ચર્યાની અત્યુત્કટ સાધના, ભાવસંયમમાં સ્થિરતા, જીવમાત્રની સાથે અહિંસાની તીવ્ર ભાવનામાં ખૂબ આગળ વધતા ગયા અને કર્મ મેલ ધોવાતે ગયે, આત્માની જ્યોતિ વધારેને વધારે પ્રકાશમાન થતી ગઈ
જડ અને ચેતનના અનાદિકાલીન યુદ્ધમાં જ્યાં સુધી આત્મા પિતાના ચૈતન્યને પ્રગટ કરી શકતું નથી ત્યાં સુધી જડતત્વની બોલબાલા અવશ્યભાવિની હોવાથી ભવભ્રમણા, કિલષ્ટ કમિતા, નિંદનીય દુર્ધાન થયા જ કરે છે. ફળસ્વરુપ ભવ-ભવાન્તરની વૃદ્ધિ કરતે આ જ આત્મા પૌગલિક કર્મસત્તાની આગળ રંક જે બની જાય છે.”
પરંતુ જ્યારે આત્માને પોતાની સ્થિતિને ખ્યાલ આવે છે, ત્યારે તેની અનંત શક્તિઓને વિકાસ ધીમે ધીમે અથવા ઝડપથી આગળ વધતા એક દિવસ કર્મસત્તાને પરાસ્ત કરવાની અભૂતપૂર્વ ભૂમિકા પ્રાપ્ત કરી લે છે.
વિમળ મુનિરાજ પિતાની અધ્યાત્મસાધનામાં એવી જ રીતે આગળ વધતા ગયા અને કર્મોને કલેશેની ભયંકરતાને સમાપ્ત કરતા મેહરાજ તથા કર્મરાજને જ પોતાને આધીન કરવાની તૈયારી કરવા લાગી ગયા અર્થાત્ ખરેખર આધ્યાત્મિક બની ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com