________________
(૧૨)
આ સંપ્રતિ આર્ય મહાગિરિ અને આર્યસહસ્તિસૂરિના સમકાલીન હતા તેમ જૈન શાસ્ત્રોમાં ઠેરઠેર ઘણું પૂર્વક કહેવાયેલ છે તેને પણ બરાબર મેળ આ માન્યતાથી મળી રહે છે. કેમકે આર્ય મહાગિરિ જિન કલ્પ આદર્યા પછી વીર નિર્વાણથી ૨૬૧ સુધી અને આર્યસહસ્તિ ૨૯૧ સુધી વિદ્યમાન હતા.
કાલ ગણુનાની ગાથાઓમાં થયેલ અશુદ્ધિની માન્યતાના કારણે પ્રાચીન ગ્રંથોમાં ઠેરઠેર રજુ થયેલ શાસ્ત્રીય લખાણો અસંગત કરવાનું પગલું ૪૭૦ ની માન્યતાથી થાય છે, જ્યારે ૪૧૦ ની માન્યતાથી શાસ્ત્રના ઉલ્લેખો અને ઐતિહાસિક વિધાનો સંગત થાય છે,
આ ગ્રંથમાં પ્રતિપાદ્ય વિષયો મુખ્યત્વે બે છે એક મહાવીર નિર્વાણથી વિક્રમરાજ્યારંભ ૪૧• વર્ષો થયો છે અને બીજે મહાવીર નિર્વાણથી ૬૦૫ વર્ષ સુધી અવતિ ઉપર કેનું આધિપત્ય રહ્યું છે.
પહેલા વિષયમાં હિમવંત ઘેરાવલીને આધાર મુખ્ય રાખી બીજા બીજા અનેક આધારેને લઈ અંધકારે તે સર્વને હણી ૪૧૦ વર્ષની માન્યતા જ સંગત છે તે સાબિત કર્યું છે અને તે બરાબર છે,
બીજા વિષયમાં ગ્રંથકારે કાળગણનામાં આવેલી ગાથાઓનું વિશદવિવરણ કરી સાબિત કર્યું છે કે રાજધાની આ રાજ્યોની ભલે બીજે હોય પણ અવંતિ ઉપર આધિપત્ય તે તે રાજાએનું જ હતું. ભગવાન મહાવીરના નિર્વાણ બાદ અવંતિ ઉપર ૬૦ વર્ષ પાલકનું રાજ્ય હતું. તે વખતે મગધેશ્વર કેણિક અને ઉદાયી હતા. કેણિકે મહાવીર નિર્વાણ બાદ ૩૧ વર્ષ અને ઉદાયિએ ૨૯ વર્ષ રાજ્ય કર્યું. આ પછી પાટલીપુત્રમાં નંદનું રાજ્ય ૯૫ વર્ષ ચાલ્યું. નંદેની મુખ્ય રાજધાની પાટલીપુત્ર રહી પણ તેમનું વર્ચસ્વ અવંતિ ઉપર હતું. આ રીતે ૬૦૫ વર્ષને સળંગ ક્રમ ગ્રંથકારે અનેક આધારે આપી અવંતિપરના આધિપત્ય આશ્રયી જણવ્યો છે, અને તેમાં ખુબ જ ગ્રંથકાર સફળ નીવડ્યા છે.
આ ગ્રંથકારની નીતિ અને ધર્મ સાહિત્યના ગષક તરીકેની ખ્યાતિ તે ઘણા વર્ષથી છે અને તેઓ સાથે સાથે વર્ષોથી ઈતિહાસ માટેના પરિશ્રમી છે, છતાં ઇતિહાસનો ગ્રંથ લખવામાં તે મારી જાણ મુજબ કદાચ તેમને આ પ્રથમ જ પ્રયત્ન હશે.
આ પ્રથમ પ્રયત્નમાં પણ તેમણે ઇતિહાસ પ્રેમીઓ આગળ ઘણો સારો સંગ્રહ વિમર્શપૂર્વક મુકયે છે તેનું મૂલ્યાંકન તો તેના વેત્તાઓ જ કરી શકે. હું આ વિષયનો અજ્ઞાન શું કરી શકું?
પ્રસ્તાવના લખતાં પહેલાં તે માત્ર ટુંક નિવેદન જ કરવાનું હતું પણ આવા મેટા ગ્રંથનું વાંચન કર્યા વિના લખવું તે ઠીક ન લાગવાથી ભારે આનો અભ્યાસ કરવો પડ્યો. આ બધી બાબતમાં ગ્રંથકારને ઉપકાર માનું છું.
ઇતિહાસના લેખકે બહુ ધીર, શાંત, ગવક અને પરિશ્રમી હોવા જોઈએ. તે મુજબ આ ગ્રંથના લેખક ખુબ જ શાણા, વિદ્વાન , ગષક અને ધીર પ્રકૃતિના છે. આ અનુભવ બીજા પ્રસંગે કરતાં આ ગ્રંથના મુદ્રણ પ્રસંગે તે જરૂર મને થયે છે.
અંતે ગ્રંથકારે ઉઠાવેલ પરિશ્રમને વાંચકે વિચારી પ્રાચીન કાળની જિન શાસનની સ્થિતિ નિહાળ તેમાં દઢચિત્ત બની અનુમોદના કરે, એજ
પંડિત મતલાલ ઝવેરચંદ
ખેતરપાળની પિળ-અમદાવાદ,