________________
૧૪
આશા અને ધીરજ જોખમે જલદ દારૂના પ્યાલા ઉપર પ્યાલા ગટગટાવીને કેડરો લગભગ સાતમે આસમાને પહોંચી ગયો હતે.
ફર્નાન્ડને પાસે બેસાડ્યા પછી કેડરોએ મજાક કરતાં તેને પૂછ્યું, “કેમ ભાઈ, મર્સિડીસે તેને પાણીચું પકડાવી દીધું કે શું? તું જાણે દરિયામાં જ કૂદી પડવા જતો હોય, એમ જ ભાગતો હતે ને ! અરે, ભલાદમી, પણ માણસને સારા ભાઈબંધો હોય તે શા કામના? તે તેને સારા દારૂનો પ્યાલો તે પિવડાવે જ; પરંતુ સાથે સાથે તેને નાહકનું મણ બે મણ ખારું પાણી પેટમાં ભારતે પણ રોકે જ. પણ અલ્યા, કેટલને બચ્ચો વળી પ્રેમમાં કે યુદ્ધમાં હારીને પગ વચ્ચે પૂંછડી દબાવીને આમ ભાગી છૂટે, અને હરીફને છૂટો દોર આપે ખરો?”
ફર્નાન્ડ ગુસ્સાથી હઠ કરડવા લાગ્યો, પણ ડારે જીવતે નહિ હોય તે તે જ ઘડીએ પોતે પણ મરણ પામશે, એવા મર્સિડીસના બોલ તેને યાદ આવ્યા. ડેન્ટલ તેને એક-બે ખાલી પિવડાવી તથા તેને શાંત તેમ જ ગરમ કરવાના પ્રયત્નો એકી સાથે આદર્યા.
થોડી વાર બાદ ડાન્ટ અને મર્સિડીસ બંને એકમેકના હાથ પકડી ત્યાં થઈને નીકળ્યાં. તરત કૅડરોએ પોતાના પરમ મિત્ર’ ડન્ટને બુમ પાડીને પાસે બોલાવ્યો.
ડાન્ટેએ ત્યાં આવી તેમને સૌને ખુશખબર સંભળાવ્યો કે, “મારે ફરી સફરે જવાનું થાય તે પહેલાં જ મર્સિડીસ મારી સાથે લગ્નનું પતાવી લેવા કબૂલ થઈ છે; એટલે આજે મારા પિતાને ઘેર બધો પ્રાથમિક વિધિ પૂરો થશે અને આવતી કાલે કે મોડામાં મોડું પરમ દિવસે આ લારિઝર્વમાં જ મિજબાની પછી લગ્નવિધિ થશે. તમને સૌને તેમાં પધારવાનું હાર્દિક આમંત્રણ!'
ડેલસેં ધીમેથી પૂછયું, “પણ ભાઈ, લગ્નની આટલી બધી ઉતાવળ કેમ માંડી છે! શRાર ફરીથી ઊપડતાં હજુ ત્રણ મહિના તો થશે જ.”