________________
દગા કિસીકા સગા નહિ. ૧૮૭ બેનેડીટોએ હવે જવાબ આપ્યા વિના નાસ્તા ઉપર હાથ ચલાવવા માંડયો.
“પણ મને મારા મિત્રના ખર્ચે આમ પડી રહેવાનું હવે ગમનું નથી. મારી આજીવિકા જાતે કમાઈ લેવાની જ મને ટેવ છે. મહિને પૂરો થાય ત્યારે કોઈના બારણે બસો ફ્રાંક લેવા જેઈને ઊભા રહેવું, અને નોકરને હાથે એ પૈસા લેવા, એ બધું કોને પસંદ આવે વારુ? મારી જગાએ તું હેય, તે, “મારે વાડી ખરીદવી છે” એમ કહી, છએક મહિનાના પૈસા ભેગા માગી લઈ, ક્યારને રવાના થઈ જાય!”
તે પછી હું તેમ કરતો કેમ નથી? લે, હું તને એક વર્ષના પૈસા સામટા આપી દઉં; એ લઈને તું બ્રસેલ્સ ચાલ્યો જા, અને કંઈક વાડીબાડી ખરીદીને સ્વતંત્રપણે રહે!'
વાહ, એવા ૧૨૦૦-૨૪૦૦ કૂક વડે આખી જિંદગી શી રીતે નીકળે? ના, ના, હું પોતે તો પંદર હજાર ફૂાંક સામટા મળે, અરે થોભ- ત્રીસ હજાર ફ્રાંક વગર હું પ્રમાણિક જીવન જીવી શકે નહિ”
મારાથી એટલી મોટી રકમ તને આપી શકાય તેમ નથી.’
“પણ હું તારી જ પાસેથી ક્યાં માગું છું? તું મને એટલા ફૂાંક મેળવવામાં મદદ કરે તો પણ બસ.'
ચોરી કરવા સિવાય કે લકો મારવા સિવાય એટલા પૈસા એકદમ શી રીતે હાથ આવે? અને એમ કરીને મારે ફરી જેલભેગા નથી થવું અત્યારે છે તે સ્થિતિમાં જ મને સંતોષ છે !'
પણ એવું કરવાનું પણ હું તને ક્યાં કહું છું? તારે માથે કશું ન આવે એ રીતે પણ તું મને મદદ કરી શકે તેમ છે. એ રસ્ત તું જ વિચારી કાઢ; દરમ્યાન મને તું મહિને પાંચસો ફૂાંક આપવાનું શરૂ કર.'
“ઠીક, એ વાત મને કબૂલ છે! જોકે, મને મુશ્કેલી તે પડશે ”
રહેવા દે હવે; તને તો માગ્યા પૈસા મળે છે ને ? કાઉંટ મોન્ટેક્રિસ્ટોને ત્યાં કશી વાતની ખોટ ક્યાં છે ?'