Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 201
________________ દગા કિસીકા સગા નહિ! ૧૯૧ તેને રોકીને કાનમાં કંઈક કહ્યું. અલી ટેરવાં ઉપર ચાલતા ચાલતે જઈને થોડી વારમાં કાઉંટને એબ બુસોનીનો પહેરવેશ લઈ આવ્યો. દરમ્યાન કાઉટે પોતાનો ડગલો કાઢી રાખ્યો. ડગલે ઉતારતાં જ અંદર પહેરી રાખેલો સખત પોલાદની અંકોડાદાર જાળીને જો દેખાયો. કાઉંટે તેની ઉપર અલીએ આણેલે પાદરીનો પહેરવેશ પહેરી લીધો. પિતાના ટેબલને ઉઘાડતાં હજુ પેલાને વાર લાગશે એમ માની, કાઉટ બારી પાસે ગયો અને પેલા શેરીવાળા માણસની હિલચાલ તપાસવા લાગ્યો. તેણે જોયું કે પેલો માણસ શેરીમાં કોણ આવે છે તે જોવાની પંચાતમાં રહેવાને બદલે કાઉંટના મકાનમાં શું થાય છે તે જોઈ શકાય તેની ફિકરમાં જ ઊંચોનીચો થતો હતો. કાઉંટને હવે અચાનક કંઈક સમજ પડી. તેણે તરત જ થોડુંક હસી પોતાના કપાળ ઉપર ટપલી મારી; અને પછી અલી પાસે આવી તેને કહ્યું, “અંદર ગમે તેવી ધમાલ થાય તો પણ તું અહીં જ છુપાયેલો રહેજે હું તને નામ દઈને ન બોલાવું, ત્યાં સુધી તારે મારી પાસે ન આવવું.' પછી કાઉંટ હાથમાં સળગતી મીણબત્તી લઈ, ચોરવાળા ઓરડામાં બારણું ઉઘાડીને પેઠો. એકદમ પ્રકાશ જોતાં જ પેલો ચાર ચમક્યો. “વાહ વાહ, શ્રીમાન કેડરો મહાશય! આટલી મોડી રાતે અહીં શી ધમાલ માંડી છે?' “એબ બસોની!' એટલું બોલી પેલો તરત જ ત્યાંને ત્યાં ઠરી ગયો. “હા, હું એબ બુરોની પોતે! આજે મારા મિત્ર કાઉંટ મેન્ટે. કિસ્ટોને ઘેર થોડીક જૂની દુર્લભ ચોપડીઓ વાંચવા માટે હું રોકાયો હતો, ત્યારે અહીં તમારાં આમ દર્શન થશે એવી મને આશા ન હતી ! પણ તમારી યાદદાસ્ત ઘણી સાબદી જણાય છે; કારણ કે આપણને મળે દશ વર્ષ થઈ ગયાં, નહિ વારુ?' હું, હું ચોરી કરવા નહિ.. ભગવાનના સોગંદ...”

Loading...

Page Navigation
1 ... 199 200 201 202