Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 199
________________ દશે કિસીકા સગા નહિ! જવાબમાં એન્ડ્રિયાએ કહ્યું, “અલ્યા, લોભને તે થોભ રાખ! બસોના પાંચસો ફ્રાંક મળવાના થયા છતાં તારી દાનત વીંટી ઉપર પણ બગડી?’ “હરગિજ નહિ, આ તે તે કપડાં નેકરનાં પહેર્યા છે, અને વીંટી – નહિ નહિ તેય પાંચ હજાર ફ઼ાંકની હશે. એટલે તું પાછો ફરે તે દરમ્યાન કોઈ પોલીસવાળાની નજર પડે અને તને પકડે તો શું થાય?' કંડેરો બંધાઈથી હસીને બોલ્યો. એડ્યિાએ તરત તે વીંટી રાજી થઈને કાઢી આપી; કારણ કે કંડ કાઉંટની બારીના કાચ કાપવા એ હીરો માગતો હતો, તે એને સમજી જતાં વાર ન લાગી. બીજે દિવસે કાઉંટ જ્યારે ઑટીલ ગયો, ત્યારે બપોર બાદ તેને એક નનામી ચિઠ્ઠી મળી : “ તમને એક હિતેચ્છ તરફથી ચેતવણી આપવામાં આવે છે કે, આજે રાતે તમારા પેરિસના મકાનમાં તમારા ટેબલમાં રહેતા કીમતી કાગળો ચરવા તમારે એક દુશમન જવાનો છે. પોલીસને ખબર આપ્યા વિના કે બીજી રીતે તેને વહેમ જાય તેવું કર્યા વિના તેને પકડવા તમે પ્રયત્ન કરો. જો તેને ખબર પડી ગઈ કે, આજે તમે ચેતી ગયા છો, તે પછી ફરી તે ક્યારે છાપો મારશે તે મારાથી જાણી શકાશે નહિ. આ વખતે જ અચાનક આ વાત મારા જાણવામાં આવી છે; માટે આ તકનો લાભ બરાબર ઉઠાવજો.’ કાઉંટને પ્રથમ તો આ ચિઠ્ઠી પોલીસને સોંપી દેવાનું જ મન થયું; કારણ કે એ ચિઠ્ઠી પણ એક કાવતરું જ ન હોય તેની શી ખાતરી? આ પ્રમાણે એકાદ વાર નાની બાબતમાં તેને કંઈક ફાયદો કરી બતાવી, પછી એને વિશ્વાસે બીજી વાર કોઈ મોટા ભયમાં કે જોખમમાં જ સીધે તેને ખેંચવાને આ દાવ હોય છે ! પણ પછી, આ વખતનો નાનો ચોર પણ કોણ છે એ જોવા મળે, તે તે ઉપરથી પોતાના કયા દુશ્મનોનું આ કાવતરું હોઈ શકે

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202