Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 198
________________ ૧૮૮ આશા અને ધીરજ કાઉંટનું નામ સાંભળતાં જ બેનેડીટોના મનમાં એક વિચાર વીજળીની પેઠે ઝબકી ગયો. તેણે તરત જ તે તરફ વાતને વાળવા માંડી. “હા; કાઉંટના ભંડાર અખૂટ છે. બે દિવસ ઉપર જ એક શરાફનો, મુનીમ ૫૦ હજાર ફૂાંક રોકડા લઈને આવ્યો હતો, અને ગઈ કાલે તે શરાફ પેને એક લાખ ફ્રાંકની સોનામહોરો જ લાવ્યો હતો.' બેનેડીટોએ ધાર્યા મુજબ જ કૅડરોની દાઢ તરત સળકી ઊઠી. “તું તે કાઉંટના ઘરમાં વારંવાર જતો હોઈશ?' ‘જ્યારે મારી મરજી થાય ત્યારે હું જઈ શકું છું.' કેડરો થોડી વાર ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યો, “એનું ઘર ખરેખર જોવા જેવું હશે, નહિ વારુ?' અરે, આખી દુનિયાનું અજાયબઘર જ જોઈ લો !' ‘તારે મને ત્યાં એક વાર લઈ જવું પડશે ” એ તો અશક્ય છે.” તો તું મને જરા આખા ઘરનું વર્ણન તો કરી બતાવ!” બેનેડીટ કૅરોનો ઇરાદો સમજી ગયો. તેણે તરત ઠંડો પૂછતો હોય તેથી કહેતા હોય તેમ આખા ઘરનો નકશો બરાબર ચીતરી બતાવ્યો. પછી ઉપરને માળ કાઉંટનું મોટું ટેબલ તથા તેમાં રહેતી અમૂલ્ય ઝવેરાત વગેરે ચીજો તથા લાખોની રોકડનું રસભર્યું વર્ણન કર્યું. કાઉંટના મકાનને ઉપરને માળ બારીઓને કાચનાં બારણાં જ છે, અંદર સળિયાની જાળીઓ નથી, તથા બગીચામાં ઉપરને માળ સુધી વેલ ચડાવવા મોટી નિસરણી પડી રહે છે, – એ બધી માહિતી પણ તેણે વાતવાતમાં આપી દીધી. તથા છેવટે ઉમેર્યું કે, “આવતી કાલે કાઉંટ પોતાની હંમેશની ટેવ મુજબ, બધો રસાલો લઈ, ઑટીલના મકાને જવાનો છે તથા ત્યાં એક-બે દિવસ રહેવાનો છે. મારે પણ કાલે ત્યાં જમવાનું આમંત્રણ છે, અને રાત પણ ત્યાં જ ગાળવાની છે.' કેડરોએ બધી માહિતી કાળજીથી સાંભળી લીધી. પછી એન્ડ્રિયાની આંગળી ઉપર હીરાની વીંટી જોઈ, તરત તેણે તે માગી.

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202